Abtak Media Google News

સરકારના 2003ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેસીસના ભાવમાં વધારો થતા ભાડુ વધારવાનો નિર્ણય કરાયો

રાજ્યના એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીના માર વચ્ચે પીસાતી સામાન્ય જનતા પર વધુ એક માર પડ્યો છે.  રાજ્યમાં 10 વર્ષ બાદ ગુજરાત સરકારે એસટી બસના ભાડામાં વધારો કર્યો છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. વધારા મુજબ, 48 કિમી સુધી એક રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વલધારો આજે મધરાતથી એટલે કે, 31 જુલાઈથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, 2014 બાદ પહેલીવાર જીએસઆરટીસી દ્વારા બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.જો જીએસઆરટીસી દ્વારા કરાયેલા ભાડા વધારાની વાત કરીએ તો, લોકલ બસના ભાડામાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે હાલ લોકલ બસનું ભાડુ 64 પૈસા પ્રતિ કિમીછે. જ્યારે એક્સપ્રેસ બસની વાત કરીએ તો. એક્સપ્રેસ બસના ભાડામાં 85 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યારે એક્સપ્રેસ બસનું ભાડુ 68 પૈસા છે. જ્યારે નોન એસી સ્લીપર બસના ભાડાની વાત કરીએ તો, તેનુ ભાડુ 77 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે હાલ નોન એસી સ્લીપર બસનું ભાડુ 62 પૈસા છે.

એસટી દ્વારા છેલ્લા દસમાં ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અન્ય રાજ્યોની સરખામણીમાં જીએસઆરટીસીની બસનું ભાડુ ઓછુ છે. 10 વર્ષ બાદ ભાડામાં 20થી 25 ટકા વધારો કરવામાં આવ્યો છે. હાલ એસટી બસનું મિનિયમ ભાડ 7 રૂપિયા છે, જે હવે 9થી 9.50 રૂપિયા થઈ જશે. વર્ષ 2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધેલ છે. લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી.જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે.

મુસાફરોની સુવિધા માટે ભાડામાં વધારો કરાયો

છેલ્લા દસ વર્ષથી એસટીના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે અત્યારનો ભાડાનો વધારો મુસાફરોને વધુ સુવિધા મળી રહે તે હેતુથી કરવામા્ં આવ્યો છે. ગુજરાતના મોટા ભાગના મુસાફરો લોકલ બસમાં મુસાફરી કરતા હોય છે, તેથી લોકલના ભાડામાં એક રૂપિયાથી લઈને છ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

એસ.ટી વિભાગમાં 8841 કર્મીઓની ભરતી થશે

એકબાજુ એસટી નિગમે બસના ભાડામાં વધારો કર્યો છે ત્યારે બીજીબાજુ  એસ.ટી નિગમ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરમાં ટૂંક સમયમાં એસ.ટી વિભાગમાં 8841 કર્મીઓની ભરતી કરશે. જેમાં 2784 ડ્રાઇવર, 2034 કંડકટર, 2420 મિકેનિક અને 1603 કલાર્કનો સમાવેશ થશે. વધુ વિગતો માટે જીએસઆરટીસીની વેબસાઈટનો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.