Abtak Media Google News

હાલ કોઇ સિસ્ટમ સક્રિય ન હોય સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે વરસાદની સંભાવના નહિવત:  છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ પડશે

લુણાવાડામાં અઢી ઇંચ, દાંતામાં બે ઇંચ, અમીરગઢમાં પોણા બે ઇંચ, સૌરાષ્ટ્રમાં વરાપ નિકળતા જગતાત ખેતી કામમાં મશગુલ

રાજયમાં છેલ્લા સવા મહિનાથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ અલગ અલગ ત્રણ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર-કચ્છને રિતસર  ધમરોળી નાખ્યું છે. અમુક વિસ્તારોમાં ગજા બહારનો વરસાદ વરસી ગયો છે. જળાશયો છલકાય ગયા છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 128 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. દરમિયાન હાલ એકપણ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે રાજયમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની કોઇ જ શકયતા નથી છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ પડશે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરાપ નીકળતા જગતાત ખેતી કામમાં જોતરાય ગયો છે. રાજયમાં ચોમાસાની સીઝનનો સરેરાશ 78.91 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જુલાઇ  માસમાં સરેરાશ 18 ઇં જેટલો વરસાદ વરસી ગયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 29 જિલ્લાના 1ર8 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ જેટલો વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ મહિસાગર જિલ્લાના લુણાવાડામાં 65 મીમી પડયો છે. આ ઉપરાંત દાંતામાં 48 મીમી અમીરગઢમાં 39 મીમી, અંકલાવમાં 31 મીમી, પોસીનામાં ર9 મીમી, સંતરામ પુરમાં ર8 મીમી, સુબિરમાં ર6 મીમી, નડિયાદમાં રપ મીમી, ડાંગના 25 મીમી,  કપરાડામાં ર4 મીમી, ડાંગના રપ મીમી, કપરાડામાં ર4 મીમી વરસાદ પડયો હતો. બાકી અન્ય તાલુકાઓમાં ઝાપટાથી લઇ પોણો ઇંચ જેવો વરસાદ પડયાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટા છવાયા વિસ્તારોન બાદ કરતાં વરાપ જેવી સ્થિતિ રહેવા પામી હતી. અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ વિરામ લેતા ખેડુત હોંધભેર ખેતીકામમાં જોતરાય ગયા છે. જો કે અતિભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં  અનેક જિલ્લામાં વાવણી નિષ્ફળ જવા પામી છે. હાલ રાજયમાં કોઇ સિસ્ટમ સક્રિય નથી ભારે વરસાદની સંભાવના નહિવત છે.

મેઘ કહેર: ચોમાસામાં 158 લોકોના મોત

રાજયમાં છેલ્લા એક મહિનામાં મેઘ મહેર કહેરમાં ફેરવાય ગઇ છે ત્યારે વરસાદમાં પુરમાં તણાય જવા અને વિજળી પડવા જેવા બનાવમાં 158 લોકોના કરુણ મોત નિપજયા છે. 10 જિલ્લામાં ભારે વરસાદે પારાવાર નુકશાની પહોચાડી છે. ચોમાસાની સીઝનમાં પુરમાં તણાય જવાના કારણે પ8 વ્યકિતઓના કરુણ મોત નિપજયા છે. જયારે વીજળી પડવાના કારણે 41 લોકોના જીવન દિપ બુઝાયા છે. જયારે અન્ય અલગ અલગ ઘટનાઓમાં પ9 વ્યકિતઓના મૃત્યુ થયાનું નોંધાયું છે. બે વ્યકિતઓ ગુમ છે.

જેની હજી સુધી કોઇ ભાળ મળી નથી રર1 વ્યકિતઓને નાની મોટી ઇજા થવા પામીછે. 433 મકાનો ધરાશાયી થઇ ગયા છે. સેંકડો પશુધન મોતને ભેટયા છે.

છેલ્લા 24 કલાકમાં ભચાઉમાં ભૂકંપના ત્રણ આંચકા

કચ્છમાં ભૂકંપનું પ્રમાણ યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભૂકંપના ત્રણ આંચકા ભચાઉમાં અનુભવાતા લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો છે. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 11:38 કલાકે કચ્છના ભચાઉથી 12 કિમી દૂર 2.9ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું.

ત્યારબાદ મોડી રાતે 2:03 કલાકે ભચાઉથી 20 કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. આજે વહેલી સવારે 4:11 કલાકે ભચાઉથી 11 કિમી દૂર 2 ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.