Abtak Media Google News

સ્વચ્છતા એકશન પ્લાન હેઠળ રાજકોટની સેન્ટ્રલ જીએસટી કચેરીના અપીલ વિભાગને ૧૨.૧૦ લાખ રૂપિયાની મળી સહાય

પ્રતિ વર્ષ ૧૦૦૦થી વધુની અપીલોનો લાવવામાં આવે છે નિકાલ: ઉદ્યોગકારોને મળી રહી છે રાહત

ગત ૨ વર્ષમાં ૮૦૦ કરોડથી વધુના કેસોને કરાયા ડિસાઈડ

૨૦૧૨થી ૨૦૧૭ સુધી અમદાવાદના કમિશનર અપીલ એડિશનલ ચાર્જમાં હોવાથી પેન્ડેન્સીનો ભાર વધ્યો હતો

વન નેશન વન ટેકસને ધ્યાને લઈ સરકાર દ્વારા જે જીએસટીને લાગુ કરવામાં આવ્યો છે. તેને જોતા હાલની સાંપ્રદ સ્થિતિમાં તમામ વેપારી, ઉદ્યોગકારો આવકારવા માંડયા છે. જીએસટી લાગુ તાંની સાથે જ વેપારીઓને અનેકવિધ પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો પરંતુ સમય જતાં તેઓને જે જીએસટી ભરવામાં હાલાકીની સાથે સામનો કરવો પડતો તે હવે નથી કરવો પડી રહ્યો. ત્યારે જીએસટીમાં જે અપીલની વ્યાખ્યા છે તે ખૂબજ મહત્વપૂર્ણ બની રહી છે. રાજકોટ સેન્ટ્રલ જીએસટી વિભાગ ખાતે ૨૦૦૦ની સાલમાં કમિશનર અપીલ વિભાગની સપના કરવામાં આવી હતી.

હાલ રાજકોટ ખાતે જ્યારે જીએસટી અપીલની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર-કચ્છનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં ભાવનગર, કંડલા, ગાંધીધામ,સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૦૨થી રાજકોટ સીજીએસટી ખાતે કમિશનર અપીલની નિયુક્તિ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે જીએસટી ભરનાર કરદાતાઓના બાકી રહેતા રીટર્નને લઈ જે રકમ ભરવાની થતી હોય અને તેમાં જો ઉદ્યોગકારો અને વેપારીઓને કોઈપણ પ્રકારની સમસ્યા કે તેઓને સહેજ પણ એવી અનુભુતિ થાય કે તેમના પર ખોટા આરોપો લગાડી રકમ વધારવામાં આવી છે તો તે અપીલમાં જઈ શકે છે.

સેન્ટ્રલ જીએસટી રાજકોટના સુત્રોના જણાવ્યાનુસાર જૂન ૨૦૧૭માં ૭૦૦થી વધુ અપીલો પેન્ડીંગ રહેવા પામી હતી કે જે, ૨૦૧૭-૧૮માં ૧૧૦૦ અને ૨૦૧૮-૧૯માં ૭૦૦ અપીલ એમ કુલ મળી ૨૫૦૦ અપીલ જૂન ૨૦૧૭ થી અત્યાર સુધી બાકી રહી હતી પરંતુ વિશેષ‚ જો માહિતી લેવામાં આવે તો ૨૦૧૬-૧૭માં કુલ ૬૦૦ અપીલોને ડિસાઈડ કરવામાં આવી હતી. ૨૦૧૭-૧૮માં ૯૦૦ અને ૨૦૧૮-૧૯માં કુલ ૧૧૦૦ અપીલોને સીજીએસટી રાજકોટ દ્વારા ડિસાઈડ કરવામાં આવી છે. આંકડાકીય માહિતી વિશે જો વાત કરવામાં આવે તો પ્રતિ વર્ષ રાજકોટ જીએસટી કચેરી ખાતે કુલ ૧૦૦૦થી વધુની અપીલોને ડિસાઈડ એટલે કે તેનું નિરાકરણ લાવવામાં આવે છે જે પેટે કુલ ૧૨૪ કરોડની વસુલાત સરકારને કરાવવામાં આવી હતી.

જીએસટી લાગુ તાંની સાથે જ ઉદ્યોગકારોને ઘણીખરી રાહત મળી છે અને મુખ્યત્વે સૌરાષ્ટ્રના જે ઉદ્યોગપતિઓ છે તે તેમની અપીલ કાયદા મુજબ પરિપૂર્ણ કરવા માટે જાણીતા છે. એટલે કે કહીં શકાય કે કોઈ ખોટા વિખ્વાદ કે વિવાદમાં તેઓ ફસાતા નથી અને ન્યાયીક રીતે તેઓ પોતાની કાર્યવાહી કરતા હોય છે. રાજકોટમાં જ્યારે સેન્ટ્રલ જીએસટી વિશે વાત કરવામાં આવે છે તો ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી અમદાવાદમાં કમિશનર અપીલ પાસે રાજકોટ સીજીએસટી અપીલનો એડિશ્નલ ચાર્જ હતો જેના કારણે અપીલમાં દિન-પ્રતિદિન વધારો તો જોવા મળતો હતો. પરંતુ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીની જો વાત કરવામાં આવે તો પૂર્ણત: જે અપીલો આવી છે તે ડિસાઈડ કરી દેવામાં આવી છે. જ્યારે ૩૧ જૂન ૨૦૧૯ સુધીમાં જે બાકી રહેતી અપીલો છે તેને નજીકના મહિનાઓમાં જ ડિસાઈડ કરવામાં આવશે.

રાજકોટ સીજીએસટીના અપીલ વિભાગની જ્યારે વાત કરવામાં આવી રહી છે તો રાજકોટ સ્થિત જીએસટી અપીલના કમિશનર પાસે કુલ સૌરાષ્ટ્ર-કચ્છના ૮૦ ઓફિસરોના ઓર્ડરો આવતા હોય છે. સૂત્રોના જણાવ્યાનુસાર હાલ ૨૬૧ અપીલો પેન્ડીંગ રહેલી છે કે જે જુલાઈ અને ઓગષ્ટ માસમાં ડિસાઈડ થઈ જશે. તમામ ઉદ્યોગો અને કારોબાર સેન્ટ્રલ જીએસટી એકટના કાયદા હેઠળ પૂર્ણત: કામગીરી કરતા હોય છે. જેના હિસાબોથી તેઓએ તેમને લાગુ પડતું જીએસટી ભરવા પાત્ર હોય છે. કેન્દ્ર સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે જો કોઈપણ પ્રકારની તકલીફ કે ડિસ્પયુટ ઉભા તા હોય ત્યારે કેન્દ્રીય અધિકારી તેમને જીએસટી ભરવા માટે ઓર્ડર આપતા હોય છે. જેના આદેશની સામે જઈ તેઓ અપીલમાં આવી પોતાના પુરાવાઓ અને પોતાની વાત રજૂ કરે છે.

જીએસટી વિભાગ જ્યારે કોઈપણ કારોબાર અને ઉદ્યોગપતિ ટેકસ ની ભરતા થતો તે અંગેની સ્ક્રુટીની કર્યા બાદ તેમના વિરુધ્ધ અપીલ કરવામાં આવતી હોય છે. સવિશેષ વાત કરવામાં આવે તો અનેકવિધ ઉદ્યોગકારો અને એવા વેપારીઓ કે જે જીએસટી ભરતા હોય તેઓને વારંવાર એક પ્રશ્ર્ન ઉદ્ભવીત થતો નજરે પડે છે કે તેમના દ્વારા કરવામાં આવેલી અપીલ કેટલા સમયમાં તેનો નિવેડો આવી શકે ત્યારે સુત્રોના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા ૬ મહિનાથી લઈ એક વર્ષ સુધીમાં સેન્ટ્રલ જીએસટીના અપીલ વિભાગે તેનું નિરાકરણ લાવવું અનિવાર્ય બનતું હોય છે. પ્રતિ એક-એક જિલ્લામાં કમિશનર હેઠળ આશરે ૫૫ સુપ્રીટેન્ડેન્ટ અધિકારીઓ, ૮ થી ૧૦ એસટી અને ડીસી કાર્યરત રહેતા હોય છે. ત્યારે રાજકોટ સેન્ટ્રલ જીએસટી વિભાગ વિશે જ્યારે વાત કરવામાં આવે તો સીજીએસટી અપીલ રાજકોટ દ્વારા ખુબજ મહત્વપૂર્ણ કામગીરી હા ધરવામાં આવી છે અને બાકી રહેતી જે અપીલો છે તેને સમયાંતરમાં પૂરી પણ કરવામાં આવે છે અને એવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે જેમાં જીએસટી અપીલની પેન્ડેન્સી કરતા અપીલનો નિકાલ વધુ તાં નજરે પડે છે.

રાજકોટ શહેર ખરા ર્અમાં એક રંગીલુ શહેર છે: કુમાર સંતોષ (પ્રિન્સીપલ કમિશનર સેન્ટ્રલ જીએસટી અપીલ)

261-Central-Gst-Appeals-To-Be-Made-In-Two-Months-Disease
261-central-gst-appeals-to-be-made-in-two-months-disease

સ્વચ્છતા એકશન પ્લાન યોજના હેઠળ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના અપીલ વિભાગના કર્મચારીઓનો ફાળો અનેરો રહ્યો છે. આ તકે પ્રિન્સીપાલ કમિશનર અપીલ્સ રાજકોટ ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છના કુમાર સંતોષે ‘અબતક’ સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, જીએસટી અપીલ વિભાગ માત્ર રોજીંદા કામ કરતા સમાજના ઉતન માટે પણ કાર્ય કરી રહ્યું છે. તેઓએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૮-૧૯માં તેઓએ કુલ ૪ સરકારી શાળાઓ અને ૨૦૧૯-૨૦માં ત્રણ શાળાઓમાં પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટ, એરકુલર, મહિલાઓના સ્વાસ્થ્ય માટે સેનેટેશન વેન્ડીંગ મશીન સહિતની અનેક ચિજવસ્તુ સોંપવામાં આવી હતી. તેમની કામગીરીને કેન્દ્ર સરકાર દ્વારા બિરદાવવામાં આવી હતી જેના કારણે કેન્દ્ર સરકાર તરફથી તેઓને ૨૦૧૭-૧૮માં ૪ લાખ, ૨૦૧૮-૧૯માં ૪.૮૦ લાખ અને ૨૦૧૯-૨૦માં કુલ ૧૨.૧૦ લાખ ‚પિયાની સહાય આપવામાં આવી છે. માત્ર શાળાઓ જ નહીં પરંતુ રાજકોટના નાગરિકોને પણ પ્લાસ્ટીક ફ્રી રાજકોટ કરવા પ્રેરીત પણ કરવામાં આવે છે. જે અન્વયે દુકાનદારોને પ્લાસ્ટીક બેક નહીં પરંતુ કપડાની બેગ આપવામાં આવે છે. સાો સા જે ગૃહિણીઓ શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા જતાં હોય તેઓને મલ્ટી પાઉચ બેગ પણ આપવામાં આવે છે. આ બાબતે પ્રિન્સીપાલ કમિશનર કુમાર સંતોષે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓએ ૫૦૦ થી ૬૦૦ જેટલી મલ્ટી પાઉચ બેગ બેંગ્લોરમાંથી મંગાવી છે જે પ્રતિ બેગ ‚રૂ.૭૦ લેખે મળતી હોય છે જેને તેઓ નિ:શુલ્ક રાજકોટવાસીઓને આપવા માટે અનેકવિધ સમયે કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. વિશેષ‚પી તેઓએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા એકશન પ્લાન અંતર્ગત ૨૦૧૦ પછીના રેકોર્ડોને ડિજીટલાઈઝ કરવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેના કારણે સરકારી ડેટાઓ વધુને વધુ પ્રોટેકટ રહી શકે તે માટે આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારી શાળાઓમાં પણ સેન્ટ્રલ જીએસટીના અપીલ વિભાગ દ્વારા ગ્રીન બોર્ડ તા ડસ્ટલેસ ડસ્ટર અને ચોક તમામ ૭ શાળાઓને આપવામાં આવ્યા છે.

વધુમાં પ્રિન્સીપલ કમિશનર ઓફ જીએસટી અપીલ કુમાર સંતોષે ‘અબતક’ સાથે નિખાલસપણે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમની કામગીરીના ૨૯ વર્ષમાં રાજકોટ શહેર તેમના માટે ટોપ-૩ પસંદગીના શહેરોમાનુ એક છે જ્યાં તેઓને ખૂબજ કામ કરવાની મજા આવે છે. વધુમાં તેઓએ રાજકોટ શહેરને સાફ-સુરુ શહેર જણાવ્યું હતું અને કહ્યું કે, અન્ય શહેરોની સરખામણીમાં રાજકોટ પોલ્યુશન ન હોવાની સરખામણીમાં ખુબજ આગળ છે. રાજકોટના લોકો સૌથી વધુ પ્રેમાળ છે પરંતુ તેઓએ ટ્રાફિકની સમસ્યાને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો તેઓ વધુને વધુ ઉપયોગ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.