Abtak Media Google News

તમામ દર્દીઓ આઇસોલશન વોર્ડમાં દાખલ: ક્ધટેઇનમેન્ટ અને બફર ઝોન નક્કી કરવા આરોગ્ય તંત્રની કવાયત, દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ

જામનગર શહેરમાં ગત મોડી રાત્રે એક સાથે ૭ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. હાલ આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની આરોગ્ય વિભાગે શોધખોળ હાથ ધરી છે. સાથે ક્ધટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોન નક્કી કરવા માટે કવાયત પણ હાથ ધરી છે.

જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગઈકાલે રવિવારે સવારે હર્ષદમીલની ચાલીમાં રહેતા ૨૨ વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે આ કેસ પોઝિટિવ આવ્યા બાદ રવિવારે મોડી રાત્રે એક સાથે બીજા નવા ૭ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. મોડી રાત્રેશહેરના શેઠફળી વિસ્તારના ૧૯ વર્ષીય યુવાન, ૪૫- દિગ્વિજય પ્લોટ-ગણેશવાસ શંકર ટેકરી વિસ્તારના ૧૮ વર્ષીય યુવા અને ૩૬ વર્ષીય મહિલા ,સલીમ બાપુ મદ્રેસા, ધરાનગરમાં ૩૨ વર્ષીય મહિલા , એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં ૨૪ વર્ષીય મહિલા , કુંવરબાઇ ધર્મશાળા વિસ્તારમાં ૫૫ વર્ષીય મહિલા અને ૩૨ વર્ષીય યુવકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

આ તમામ સાતેય દર્દીઓને આઇસોલશન વોર્ડમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ કોરોનાગ્રસ્ત દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે કે કેમ અને તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.  વધુમાં શહેરના જે વિસ્તારોમાં પોઝિટિવ કેસો નોંધાયા છે ત્યાં ક્ધટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે

જામનગરમાં અત્યાર સુધીમાં કુલ ૮૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે અને બે બાળકોના કોરોનાથી મૃત્યુ પણ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.