Abtak Media Google News

ભારતમાં મહિલાઓ સબંધિત ગુનાઓ એ હદે વધી ગયા છે. જેનો ડેટા જોઈએ તો દેશમાં દર એક કલાકે 3થી 4 મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે.

દેશમાં અપરાધો અંગેના તાજેતરના સરકારી અહેવાલ મુજબ, ર0ર1માં કુલ 31,677 બળાત્કારના કેસ નોંધાયા હતા.  આ રીતે ગત વર્ષે દરરોજ દુષ્કર્મના 86 કેસ નોંધાયા હતા. એટલે દર એક કલાકમાં 3થી 4 મહિલાઓ બળાત્કારનો ભોગ બની હતી.  ર0ર0ની સરખામણીમાં ર0ર1માં બળાત્કારની ઘટનાઓમાં વધારો થયો છે  ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત એનસીઆરબી અનુસાર, ર0ર0માં બળાત્કારના કુલ ર8,046 કેસ નોંધાયા હતા, જ્યારે ર019માં 3ર,033 કેસ નોંધાયા હતા

રિપોર્ટના વર્ષ ર0ર1માં રાજસ્થાનમાં બળાત્કારના સૌથી વધુ 6,337 કેસ નોંધાયા હતા.  જ્યારે મધ્યપ્રદેશ બીજા ક્રમે છે.  મધ્યપ્રદેશમાં આ સમયગાળા દરમિયાન બળાત્કારના ર,947 કેસ નોંધાયા હતા.  મહારાષ્ટ્રમાં ર,496 અને ઉત્તર પ્રદેશમાં ર,845 કેસ નોંધાયા છે.  વર્ષ ર0ર1માં દિલ્હીમાં બળાત્કારના 1,ર50 કેસ નોંધાયા હતા.

વર્ષ ર0ર1માં દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના કુલ 4,ર8,ર78 કેસ નોંધાયા હતા.  તેમાંથી ગુનાખોરીનો દર (એક લાખ વસ્તી દીઠ) 64.5% રહ્યો.  ડેટા દર્શાવે છે કે આવા ગુનાઓમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવાનો દર 77.1 ટકા હતો.

વર્ષ ર0ર0ની વાત કરીએ તો મહિલાઓ વિરુદ્ધ કુલ 3,71,503 ગુના નોંધાયા હતા અને ર019માં 4,05,3ર6 નોંધાયા હતા.  મહિલાઓ સામેના ગુનાઓમાં બળાત્કાર, બળાત્કાર અને હત્યા, દહેજ માટે મૃત્યુ, એસિડ એટેક, આત્મહત્યા માટે ઉશ્કેરણી, અપહરણ, બળજબરીથી લગ્ન, માનવ તસ્કરી, ઓનલાઈન ઉત્પીડન જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશ (56,083) માં ર0ર1 માં મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ ગુના નોંધાયા હતા, ત્યારબાદ રાજસ્થાન (40,738),, મહારાષ્ટ્ર (39,5ર6),  બંગાળ (35,884) અને ઓડિશામાં 31,35ર ગુના નોંધાયા હતા જો કે, મહિલાઓ વિરુદ્ધ અપરાધ દરના સંદર્ભમાં, આસામ 168 ટકા સાથે ટોચ પર છે.  તે જ સમયે દિલ્હી 147 ટકા સાથે બીજા અને ઓડિશા 137 ટકા સાથે ત્રીજા ક્રમે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.