Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના ફિક્સ પગારવાળા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે.રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પેના કર્મચારીઓને 30 ટકા વધારો આપવાની જાહેરાત કરાઈ હતી. નાણા વિભાગ દ્વારા એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને આ 30 ટકા વધારો આપવાની મંજૂરી આપી દીધી છે. નાણા વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પે ના કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે.

વેતન વધવાના નિર્ણયથી 7 હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે

અગાઉ નવેમ્બર મહિનામાં એસ.ટી.વિભાગનાં વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી વચ્ચે બેઠક યોજાઈ હતી જે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ એસટી કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી 7 હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે. જે બાદ નાણામંત્રાલયે પણ આ મુદે લીલીઝંડી બતાવી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.