માનગઢમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં યોજાયો શત્ વંદના કાર્યક્રમ

ગુજરાતના પનોતા પુત્ર અને દેશને એક ભારત શ્રેષ્ઠ ભાર, મેક ઇન ઇન્ડાય અને જેમના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃત કાળમાં આત્મનિર્ભર ભારત તરફ લઇ જનાર અને વૈશ્વિક નેતાનરેન્દ્રભાઇ મોદી આજરોજ માનગઢ ખાતે શહિદ વંદના કાર્યક્રમ અંતર્ગત જનસભાને સંબોધી હતી.

આ જનસભામાં મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલ, ગુજરાતના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ,મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કેન્દ્રીય મંત્રીઓ ફગ્ગનસિંહ કુલસ્તે, અર્જૂનસિંહ મેઘવાલ, સહિત ગુજરાત અને રાજસ્થાનના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં દેશના પ્રઘાન સેવક નરેન્દ્રભાઇ મોદીએ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે , માનગઢધામ જનજાતિયોની વિરવિરંગાનાઓના તપ, ત્યાગ , તપસ્યા અને દેશભક્તિનું પ્રતિંબિંબ છે.માનગઢ   રાજસ્થાન,ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોની ભેગી વિરાસત છે.  વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ ગુરુ ગોવિંદજીને શ્રદ્ધાંજલી પાઠવી. ગુરુ ગોવિંદજીની તપ,તપસ્યા, વિચારો અને આદર્શોને પ્રણામ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સમયે માનગઢનો જે હિસ્સો ગુજરાતમાં છે તેની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું. ગુરુ ગોવિંદજીએ તેમના જીવનના અંતિમ વર્ષ પણ ત્યાજ વિતાવ્યા હતા. ગુરુ ગોવિંદજીના શિક્ષા,વિચાર અને ઉર્જા આજે પણ આ ઘરતીમાં અનુભવી શકાય છે.

મોદીએ વધુમાં જણાવ્યું કે, ગુરુ ગોવિંદજીએ સમાજના દરેક વર્ગમાં સંપ ભાવ વઘે  તે માટે સંપસભા થકી એકજૂટતા, પ્રેમ અને ભાઇચારાની પ્રેરણા આપે છે. 17 નવેમ્બર 1913ના રોજ માનગઢમાં જે નરસંહાર થયો તે અંગ્રેજ સરકારની ક્રુરતાની પરાકાષ્ઠા હતી. માનગઢના આ ધરતીમાં અંગ્રેજોએ દોઢ હજારથી વઘુ યુવાનો, મહિલાઓને ઘેરી મોતને ઘાટ ઉતાર્યા હતા. દુરભાગ્ય છે કે આદિવાસી સમાજનું આ સંઘર્ષ,બલિદાનને આઝાદી પછી લખેયાલા ઇતિહાસમાં જે સ્થાન મળવું જોઇતું હતું તે ન મળ્યું. આઝાદીના અમૃત મહોત્સવમાં આ ભુલને દેશ સુઘારી રહ્યો છે. ભારતનું અતિત,ઇતિહાસ,વર્તમાન અને ભવિષ્ય આદિવાસી સમાજ વગર પુરુ ન થાય. આપણી આઝાદીની લડાઇનો ઇતિહાસ પણ આદિવાસી વિરતાથી ભરાયેલો છે.

મોદીએ આદિવાસી સમાજના બલિદાન વિષે વાત  કરતા વધુમાં જણાવ્યું કે, 1857ની ક્રાંતીથી પહેલા વિદેશી સરકારો સમક્ષ આદિવાસી સમાજે સંગ્રામનું બ્યુગલ ફુક્યુ હતું. ભગવાન બિરસામુંડાજીએ પણ લાખો આદિવાસીઓમાં ક્રાંતીની જ્યોત પ્રગટાવી હતી. ભગવાન બિરસામુડાજી ખૂબ નાની ઉમરે દેવ થયા પરંતુ તેમની ઉર્જા તેમની દેશ ભક્તિ આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે. આપણા આદિવાસી ભાઇ-બહેનો મહારાણા પ્રતાપ સાથે તેમની તાકાત બનીને ઉભા રહ્યા હતા. આદિવાસી સમાજના બલિદાનનો દેશ રૂણી છે. આદિવાસી સમાજે પ્રકૃતિથી પર્યાવરણ સુધી  અને સંસ્કૃતિથી લઇ પરંપરાઓ સુધી ભારતના ચરિત્રને નિખાર્યું છે. આજે સમય છે કે દેશ આદિવાસી સમાજના રૂણ  તેમની સેવા કરી ચુકવે.

મોદીએ ભગવાન બિરસામુંડાજી અંગે વધુમાં જણાવા કહ્યું કે. 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસામુંડાની જન્મજંયતી પર દેશ જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યુ છે. આદિવાસી સમાજના અતિત અને ઇતિહાસને જનજન સુઘી પહોંચાડવા આજે દેશભરમાં આદિવાસી સ્વતંત્ર સેનાનિઓને સમર્પિત વિશેષ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાનથી ગુજરાત અને પુર્વોતર અને ઓડિસા સુઘી વિવિધ આદિવાસી સમાજની સેવા કરવા આજે દેશ સ્પષ્ટ નિતિ સાથે કામ કરી રહ્યો છે. વન બંધુ કલ્યાણ યોજના થકી આજે આદિવાસી સમાજને વિજળી,પાણી,શિક્ષા,સ્વાસ્થ્ય અને રોજગાર મળે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. આજે આદિવાસી વિસ્તાર ડિજિટલ ઇન્ડિયા સાથે જોડાઇ રહ્યા છે. આદિવાસી યુવાનોને સારુ શિક્ષણ મળે તે માટે એકલવ્ય આદિવાસી વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી રહી છે.

મોદીએ વધુમાં જણાવ્યું કે, રાજસ્થાનના ભાઇ બહેનો ને રેલ સુવિઘામાં માટે ગઇકાલજ અમદાવાદથી ઉદયપુર બ્રોડગેજ લાઇન પર ચાલનારી ટ્રેનને લીલીઝંડી આપવાની તક મળી છે, 300 કિ.મી લાબી બ્રોડગેજ થકી તેમને ઘણો ફાયદો થશે. આ નવી રેલ લાઇનથી રાજસ્થાનની ટુરિઝમને પણ ઘણો લાભ મળશે અને ઔધોગીક વિકાસને પણ લાભ મળશે તેમજ યુવાનોને રોજગારી મળવાની સંભાવના વઘશે.

આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશમા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ જનસભાને સંબોઘન કરતા જણાવ્યું કે, દેશને આઝાદી સરળતાથી નથી મળી. દેશના હજારો ક્રાંતીકારીઓ હસતા-હસતા ફાંસીએ ચડ્યા હતા.કેટલાય વિર શહિદોએ તેમની યુવાની અંદબાર નિકોબારના પાણી માં વિતાવી છે તો કેટલાય વિરશહિદોએ તેમના ખુનથી માનગઢ અને ભારતની ભૂમિને રંગી  ત્યારે દેશને આઝાદી મળી. દેશને આઝાદી અપાવનાર કેટ કેટલાય વિરશહિદો એવા છે કે તેમનુ બલિદાન આજે સામે આવ્યુ નથી. આઝાદીમાં માનગઢના લોકોનો ફાળો કેમ ભુલાય.માનગઢ બલિદાનની ભૂમિ છે.

 

આદિજાતિ યુવાનોને મેડિકલનો અભ્યાસ તેમના જ વિસ્તારમાં મળશે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

ગુજરાતના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જનસભાને સંબોધન કરતા પહેલા ગુજરાતના મોરબીમાં બ્રીજની દુર્ઘટના મામલે પીડિત પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરી. ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના આત્માને શાંતી મળે તે માટે શ્રદ્ધાંજલી પાઠવી ઇશ્વર તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મોરબીની દુર્ઘટના સમયે  રાજયને તમામ મદદ પુરી પાડી તે બદલ આભાર.કેન્દ્ર તરફથી ગઉછઋ, આર્મી, નેવી અને એરફોર્સની મદદ મોકલી દુર્ઘટનામાં બચાવ  અને રાહત કર્યામાં બળ મળ્યું. મને વિશ્વાસ છે કે વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને દિશા-દર્શનમાં  ગુજરાત આ દુખદ ઘટનાથી બહાર નીકળી ઝડપથી વિકાસની તેજ ગતી પ્રાપ્ત કરશે.

ભુપેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આજે આ તમામ શહિદોને નમન કે જેમણે દેશને આઝાદી અપાવવા તેમના પ્રાણનું બલિદાન આપ્યું. 17 નવેમ્બર 1913નો કાળો દિવસે અંગ્રેજોએ અંદાજે 1500 આદિવાસી ભાઇ-બહેનોને ગોળીથી વિંધી દીધા હતા. માનગઢ હત્યાકાંડમાં હજારો રાષ્ટ્ર પ્રેમી આદિવાસીઓએ તેમના પ્રાણનું બલિદાન આપ્યું છે. માનગઢનો નરસંહાર અને ઇતિહાસથી  વર્તમાન પેઢીને પરિચિત કરાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બીડુ ઉઠાવ્યું છે. આદિજાતિ યુવાનોને મેડિકલનો અભ્યાસ તેમનાજ વિસ્તારમાં મળે તે માટે વલસાડ,દાહોદ,ગોધરામાં મેડિકલ કોલેજની શરૂઆત કરવામાં આવી છે. માનગઢ ક્રાંતીના મહાનાયક ગોવિંદ ગુરુનું નામ જોડી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું પણ નિર્માણ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.