Abtak Media Google News

રાજકોટની નચિકેતા સ્કુલ ખાતે વન્ડર ચેસ કલબ દ્વારા ચેસ ટુર્નામેન્ટનું આયોજન

રાજકોટની નચિકેતા સ્કુલ ખાતે વન્ડર ચેસ કલબ દ્વારા ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુનામેન્ટ-૨૦૧૮નું આયોજન કરાયું હતુ જેમાં ૩૦૦થી વધુ ગુજરાતભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ચેસના સ્પર્ધકોમાં રહેલ ટેલેન્ટને બહાર લાવવા માટેનો હતો.

આ તકે વન્ડર ચેસ કલબના ચીફ આર્બીટર જય ડોડિયાએ જણાવ્યું હતુ કે આ ટુર્નામેન્ટમાં ચાર કેટેગરીમાં આયોજન કરવામાં આવ્યું છે. અન્ડર ૯, અન્ડર ૧૩, અન્ડર ૧૭ અને સીનીયર કેટેગરી એમ ટોટલ ચાર કેટેગરી છે. સીનીયર કેટેગરીમાં ૭ રાઉન્ડ રમાડવામાં આવશે બાકીની ત્રણ કેટેગરીમાં ૫ રાઉન્ડ રમાડવામાં આવી હતી.2 89દરેક કેટેગરીમાં જેતે રાઉન્ડના અંતે ઈન્ટરનેશનલ સ્વીઝ સિસ્ટમથી રીઝલ્ટ આપવામા આવશે ટોટલ ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ અહી ભાગ લીધો છે. અને ૭૦ થી ૮૦ જેટલા ફીડેમાંથી રેન્કીંગ મેળવીને આવેલા ખેલાડીઓ છે જેમણે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.3 59આ તકે સમવેદના હાઈટસના ડિરેકટર રાજેશ દફતરીએ જણાવ્યું હતુ કે આ સ્પર્ધામાં વન્ડર ચેસ ટુનામેન્ટનાં સભ્યોએ જહેમત ઉઠાવી છે. અને આટલું સરસ આયોજન કર્યું છે. તેના માટે અભિનંદન પાઠવું છું અને તેમનો દરેક સ્પર્ધકોને ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પર્ફોમ કરાવવાનું ધ્યેય છે. તે વહેલી તકે પૂર્ણ થાય તેવી હું આશા રાખું છું સ્પર્ધકોને હું એટલું જ કહીશ કે તમે ધ્યેય પર ધ્યાન આપી આગળ વધો અને નામના મેળવો.4 55આ તકે ક્ષત્રીય સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજાએ જણાવ્યુંહતુ કે વર્ષમાં બે થી ત્રણ ચેસ ટુર્નામેન્ટ રાજકોટમાં થાય છે. ત્યારે આ ટીમ દ્વારા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોચાડવા જે કામગીરી થાય છે. તેમજ તેમને પ્રોત્સાહન પૂરૂ પાડવાનું હોય ત્યાં અવશ્ય મારી હાજરી હોય છે. આ ટીમની મહેનત અને જહેમત તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.