રાજકોટ શહેરમાં રસ્તે રઝળતા 308 પશુઓ પકડવામાં આવ્યા

રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. 07/01/2022 થી 13/01/2022 દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો ગંજીવાડા, ગોકુલનગર ક્વાર્ટર, થોરાળા પોલીસ ચોકી, દુધસાગર રોડ, ભાવનગર રોડ વિગેરે વિસ્તારમાંથી 33(તેત્રીસ) પશુઓ, પોપટપરા, રેલનગર, લાલબહાદુરશાસ્ત્રી યોજના, સંતોષીનગર, માધાપર ગામ, નાગેશ્વર, શેઠનગર, અમૃત પાર્ક મેઈન રોડ, જામનગર રોડ વિગેરે વિસ્તાર માંથી 36(છત્રીસ) પશુઓ, રામપાર્ક, રણુજા મેઈન રોડ, અનમોલ પાર્ક, સોમનાથ સોસાયટી, કોઠારીયા ગામ તથા મેઈન રોડ્, શીવધારા, હુશેનીવાડી મેઈન રોડ વિગેરે વિસ્તાર માંથી 29(ઓગણત્રીસ) પશુઓ, ગીતાનગર મેઈન રોડ, પોસ્ટ ઓફિસ ક્વાર્ટર મેઈન રોડ, લોધેશ્વર સોસાયટી, સરદાર નગર, માયાણી ચોક, અલ્કા સોસાયટી, લક્ષ્મીનગર, રામનગર વિગેરે વિસ્તાર માંથી 24(ચોવીસ) પશુઓ, રૈયા રોડ, ધરમનગર આવાસ, શાંતીનિકેતન સોસાયટી, સોપાન હાઈટ્સ, શાસ્ત્રીનગર, રાણીમા રૂડીમા ચોક વિગેરે વિસ્તારો પાસેથી 26(છવીસ) પશુઓ, આડો પેડક રોડ, મારૂતિનગર, રણછોડનગર, કુવાડવા રોડ, માર્કેટીંગયાર્ડ, ગ્રીનલેન્ડ ચોકડી વિગેરે વિસ્તારો પાસેથી 40(ચાલીસ) પશુઓ, કેનાલ રોડ, ભક્તિનગર, ગીતાનગર, ઢેબર રોડ, ભવાની ચોક, વિગેરે વિસ્તારો પાસેથી 25(પચીસ) પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 308 પશુઓ પકડવામાં આવેલ છે.