Abtak Media Google News

ખંઢેરી પડધરી અને પડધરી ચણોલ સેકશનની કેટલીક ટ્રેનો આંશિક રદ તો કેટલીકના રૂટમાં ફેરફાર અને કેટલીક ટ્રેનો મોડી ઉપડશે

રાજકોટ રેલવે મંડલના ખંડેરી પડધરી અને પડધરી ચણોલ સેકશનમાં એન્જિનિયરીંગ કાર્યને પગલી બ્લોક લેવાયો છે. જેને લઈ ૧૬ થી ૩૧ ઓકટો. સુધી રેલવે યાતાયાત પ્રભાવિત થશે. જેમાં આંશિક રૂપે રદ ટ્રેનમાં ટ્રેન નં. ૫૯૫૦૩ વીરમગામ ઓખા લોકલ ૧૬ ઓકટો.થી લઈ ૩૧ ઓકટો. ૨૦૧૯ સુધી વીરમગામથી હાપા સુધી જશે. આ ટ્રેન હાપા આખા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. સાથે જ આ ટ્રેન રાજકોટ ૨ કલાક લેટ આવશે.

ટ્રેન નં. ૫૯૫૦૪ ઓખા વીરમગામ લોકલ ૧૭ ઓકટો.થી લઈ ૧ નવેમ્બર સુધી ઓખા હાપા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.

જયારે ટ્રેન નં. ૫૯૨૧૧ રાજકોટ-પોરબંદર લોકલ ૧૬ ઓકટો.થી ૩૧ ઓકટો. સુધી હાપા જામનગર, કાનાલુસની જગ્યાએ વાયા રાજકોટ, ભકિતનગર, જેતલસર, વાંસજાળીયાના બદલાયેલા માર્ગ પર ચાલશે.

૧૬ ઓકટો.થી લઈ ૩૧ ઓકટો ૨૦૧૯ સુધીની અવધિમાં પોરબંદરથી ચાલનારી ટ્રેન નં. ૧૯૨૬૩ પોરબંદર દિલ્હી સરાય રોહિલ્લા એકસપ્રેસ તથા ટ્રેન ન. ૧૯૨૬૯ પોરબંદર મુઝફફરપુર, મોતીહારી એકસપ્રેસ ટ્રેન કાનાલુસ જામનગર, હાપાની જગ્યાએ વાંસજાળીયા, જેતલસર, ભકિતનગર, રાજકોટના બદલાયેલા રૂટ પર ચાલશે આ બંને ટ્રેન પોરબંદર રાજકોટ વચ્ચે બદલાયેલ રૂટ પર ચાલશે.

જયારે ૧૬ ઓકટો.થી ૩૧ ઓકટો. વચ્ચે કેટલીક ટ્રેન મોડી ઉપડશે. જેમાં ટ્રેન નં. ૧૨૪૭૮ માતા વૈષ્ણોદેવી કટરા જામનગર સુપરફાસ્ટ એકસપ્રેસ રાજકોટ સુધી ૫૦ મીનીટ, ૧૨૪૭૭ જામનગર વૈષ્ણોદેવી કટરા સુપર ફાસ્ટ એકસપ્રેસ જામનગરથી ૫૦ મીનીટ મોડી ઉપડશે ૧૨૪૭૬ માતા વૈષ્ણોદેવી કટરા હાપા સુપરફાસ્ટ એકસપ્રેસ રાજકોટ સુધી ૨૦ મીનીટ જયારે ૫૯૨૦૮ ઓખા ભાવનગર પડધરી સુધી ૧૫ મીનીટ ૦૯૫૬૧ બાંદ્રા ઓખા હોલિડે સ્પેશ્યલ રાજકોટ સુધી ૧ કલાક, ૫૯૨૦૮ ઓખા ભાવનગર લોકલ પડધરી સુધી ૫૦ મીનીટ ૫૯૨૦૮ ઓખા ભાવનગર લોકલ પડધરી સુધી ૫૦ મીનીટ ૫૯૨૦૮ ઓખા ભાવનગર ૧ કલાક ૧૫ મીનીટ મોડી ઊપડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.