Abtak Media Google News

૨જી નવેમ્બરે હરાજી પ્રક્રિયા હાથ ધરાશે

કોર્પોરેશન દ્વારા કુવાડવા રોડ પર વૃંદાવન સોસાયટી પાસે ડી-માર્ટની પાછળ ટીપી સ્કીમ નં.૧૨ના ફાઈનલ પ્લોટ નં.૮૪માં મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત આવાસ યોજના બનાવવામાં આવી છે જેમાં શોપીંગ સેન્ટરની ૩૪ દુકાનો જાહેર હરરાજી દ્વારા વેચાણ આપવા માટે આગામી બીજી નવેમ્બરના રોજ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જાહેર હરાજીમાં ભાગ લેવા માંગતા વ્યકિતએ સ્થળ પર એક લાખ રોકડા અથવા બેંક ડિમાન્ડ ડ્રાફટની ડિપોઝીટ ભરી હરાજીમાં ભાગ લઈ શકશે. ડિપોઝીટની રકમ હરાજી પૂર્ણ થયા બાદ સ્થળ પર પરત આપી દેવામાં આવશે. હરાજીમાં ભાગ લેનાર વ્યકિતએ હરાજી સમયે સ્થળ પર હાજર રહેવું પડશે. વધુ વિગત માટે એસ્ટેટ શાખાના આસિસ્ટન્ટ મેનેજર, એસ્ટેટ વિભાગ ‚મ નં.૧૦, ત્રીજા માળે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.