Abtak Media Google News

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની આજે દિલ્હી ખાતે થી વિધાર્થીઓ માટે પરીક્ષા પર ચર્ચા વિષયને અનુલક્ષીને વિડિયો કોન્ફરન્સ દેશભરમાં પ્રસારિત કરવામાં આવી હતી. જે અન્વયે આજે  સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે સરદાર વલ્લભભાઈ પ્રભાસ અધ્યાયન મંદિર, પ્રભાસ-પાટણ ખાતે દિપ પ્રાગટ્ય કરી આ વિડિયો કોન્ફરન્સમાં સહભાગી થયા હતા.ગીર સોમનાથ જિલ્લાની ૨૪૫ શાળાઓના ૩૮૩૨૬ વિધાર્થીઓએ ટેલીવિઝનના માધ્યમથી આ કોન્ફરન્સ નિહાળી હતી.

Advertisement

Img 2238 આ પ્રસંગે મંત્રીશ્રી પરમારે અધ્યાપનની વિધાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વિધાર્થીઓ પરીક્ષાના સમય દરમ્યાન અને ભણતરના તનાવથી મુક્ત રહે તે માટે આજે દિલ્હી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પર ચર્ચા વિષય પર વિડીયો કોન્ફરન્સ સંબોધી હતી.

Img 2209શિક્ષણ જગતમાં વિધાર્થીઓના જીવનમાં પરીક્ષાનો ભય રહેતો હોય જેને પરીણામે ઘણા વિધાર્થીઓ હંમેશા તનાવમા રહેતા હોય છે. જેથી આ વિડિયો કોન્ફરન્સથી વિધાર્થીઓને પરીક્ષા દરમ્યાન ભયમુક્ત વાતાવરણમાં રહેવાની સાથે સંપૂર્ણ સ્વસ્થ માનસીક અવસ્થામાં પરીક્ષા આપવા માટે પ્રધાનમંત્રીશ્રીએ વિધાર્થીઓને સફળ માર્ગદર્શન આપ્યું હતું.

Img 2215 આ પ્રસંગે રાજ્યસભાના સદસ્યશ્રી શંભુનાથ ટુન્ડીયા, ધારાસભ્યશ્રી પ્રદિપભાઈ પરમાર, આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનશ્રી ગૌતમભાઈ ગેડીયા, જિલ્લા શિક્ષાણાધિકારીશ્રી મયુર પારેખ, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દાફડા, આચાર્યશ્રી એન.એસ.ચુડાસમા, અધ્યાપક વાય.જે.વ્યાસ અને અધ્યાપનની વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.