Abtak Media Google News

ચુનારાવાડનો શખ્સનો ૪૭ બોટલ દારૂ મયુરનગરમાંથી ઝડપાયો

Advertisement

શહેરના ગોકુલનગરમાં અને મયુરનગરમાં પોલીસે વિદેશી દા‚ અંગે દરોડા પાડી રૂ.૨.૩૮ લાખની કિંમતની ૪૬૭ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો છે. બંને દરોડામાં બુટલેગર ભાગી જતા પોલીસે શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોકુલનગરમાં જી.જે.૨૩એ.૪૦૩૫ નંબરની પાર્ક કરેલી ઇનોવામાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસે દરોડો પાડી રૂ.૨.૨૧ લાખની કિંમતની ૪૨૦ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે રૂ.૩ લાખની કિંમતની કાર કબ્જે કરી ચાલકની શોધખોળ હાથધરી છે.

જયારે ચુનારાવાડમાં રહેતા ધવલ ધિરેન પુજારા નામનો શખ્સ મયુરનગરમાં વિદેશી દારૂની ડીલીવરી કરવા ગયાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. એચ.બી.ધાંધલ્યા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ.૧૭,૬૦૦ની કિંમતની ૪૭ બોટલ દારૂ કબ્જે કરી હતી. દરોડા દરમિયાન ધવલ પૂજારા ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.