Abtak Media Google News

લોયાના મૃત્યુને શંકાસ્પદ મોત ગણાવી સીટની તપાસની માંગ સાથે પી.આઈ.એલ. કરી ‘તી

જસ્ટીસ લોયાના કિસ્સામાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાથી જાહેરહિતની અરજીનો કેટલો દૂરઉપયોગ કરવામાં આવે છે.તેનો આ એક નમૂનો છે. સર્વોચ્ચ અદાલતે જાહેરહિતની અરજી કરનારા અરજદારોના ઈરાદાઓ ઉપર ગંભીર શંકા વ્યકત કરી છે. અરજી શુધ્ધ બુધ્ધિપૂર્વકની નથી અને ન્યાયીક પ્રક્રિયાનો સંપૂર્ણ દૂરઉપયોગ છે.ત્યારે આ અરજી રાજકીય રીતે દ્વેષપૂર્ણ કરવામાં આવતી હોય છે.

કાયદાના અભ્યાસુ પ્રો. કમલેશ જોશીપૂરાએ સર્વોચ્ચ અદાલતે જસ્ટીસ લોયાના કિસ્સામાં આપેલા ચૂકાદાને ઐતિહાસીક ગણાવી અને જાહેરહિતની અરજીના ઓથા હેઠળ કેવી પ્રવૃત્તિઓ કરે છે તે દેશની જનતા સમક્ષ આપ્યું છે. ત્યારે આવા ઉપદ્રવ્યોને પ્રજાએ ઓળખી લેવાની આવશ્યકતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને બદનામ કરી જસ્ટીસ લોયાના મૃત્યુને અપમૃત્યુને શંકાસ્પદ ગણાવી અમિત શાહને બદનામ કરવામાં રાજકીય વિરોધીઓએ પી.આઈ.એલ.નું શસ્ત્ર અજમાવ્યું પરંતુ દેશના ન્યાયતંત્રએ સાચીસ્થિતિ બહાર લાવી છે તે માટે સર્વોચ્ચ અદાલતની ન્યાય પ્રક્રિયાને સૌએ વખાણવી રહી,.

મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાના વડપણ હેઠળની ત્રણ ન્યાયમૂર્તિઓની બેંચે જાહેરહિતની અરજીને કાઢી નાખવાની સાથે જે અવલોકન કરેલું છે તે સૌને માટે આંખ ઉઘાડનારા છે.જસ્ટીસ લોયાનું મૃત્યુ કુદરતી હતુ અને કોર્ટ માટે આવું મૃત્યુ શંકાસ્પદ હતુ તેવું માનવાનું કોઈ કારણ નથી. અરજી કરનારાઓ શુધ્ધ બુધ્ધિપૂર્વક આવેલા નથી અરજી બદ ઈરાદાયુકત હતી તેવું કોર્ટનું સ્પષ્ટ તારણ છે. અને સર્વોચ્ચ અદાલતે રાજકીય હિસાબો સરભર કરવા ન્યાયતંત્રને માધ્યમ ન બનાવવાની વાત કરેલી છે. તે પણ ખૂબ વિચારવા યોગ્ય છે. એ બાબત ખૂબજ કમનશીબ છે કે ધારાશાસ્ત્રીઓએ વ્યવસાયગત પ્રતિબધ્ધતા અને વ્યવસાયગત આચારસંહિતાને કોરાણે મૂકી અને પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશનને પોલિટીકલ ઈન્ટરેસ્ટ લીટીગેશનમાં ફષરવી નાંખેલી છે.તેમ અંતમાં કમલેશ જોશીપૂરાએ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.