Abtak Media Google News

આપણે બધા ભૂલી જઈએ છીએ કે આપણું મગજ આપણા શરીરને ક્ધટ્રોલ કરે છે, જ્યારે મનમાં ગરબડ હોય તો તેની અસર તમારા આરોગ્ય પર જરૃર પડે છે. ત્યારે આપણને સારું લાગતું નથી. શરીર બરાબર હોવા છતાં જાણે કે કશું કરવાની ઈચ્છા થતી નથી. તે તાણનું પરિણામ હોય છે. રોજિંદા કામનું ભારણ, પોતાના માટે સમય ન કાઢી શકવો જેવા ઘણાં કારણોથી માનસિક તાણ અનુભવાય છે, એમાં મુક્ત રહેવાના આ રહ્યા કીમિયા…..

લોકો સો સંપર્કમાં રહો

માનવ માત્ર સંબંધોથી ઓળખાય છે. તમારી આસપાસ રહેતા અને જીવનમાં મદદ કરતા લોકો સો સારા સંબંધો વિકસાવો અને તેને જાળવો. સુખાકારી માટે આવા અંતરંગ સંબંધો ખૂબ સારો પ્રભાવ પાડે છે. મજબૂત સંબંધો બનાવી તેને સાચવવા સમય આપવો ફાયદાકારક નિવડે છે.

મોજ-મસ્તી માટે સમય કાઢો

કામના ગમે તેટલા ભારણ વચ્ચે જીવનમાં આનંદ લેવાનું ન ભૂલશો. તમારા કાર્ય, શોખ અને આનંદ-પ્રમોદ માટે ચોક્કસ સમય આપો. તમારી જાતને સ્વયંભૂ અને સર્જનાત્મક બનાવો. ક્રોસવર્ડ બનાવવું, લોકલ પાર્કમાં વોક કરવું, પુસ્તક વાંચવું, બાળકો સો બેસીને ડ્રોઈંગ કરવું કે તમારા પાલતુ પ્રાણી સાથે રમવાથી પણ તાણ દૂર થઈ જાય છે.

લાગણીઓનું આદાન-પ્રદાન કરો

લાગણીઓનું આદાન-પ્રદાન કરી શકો તેવા લોકોના ગ્રુપમાં જોડાઓ. સમાન હિત-સંબંધમાં લાગણીઓ કહેવા-સાંભળવાથી માનસિક સ્વસ્તા જળવાય છે. ગ્રુપ બનાવવા માટે તમને જે પ્રવૃત્તિમાં રસ હોય તે ગ્રુપમાં જોડાઓ. રમત-ગમત, મ્યુઝિક, વોકગ્રુપ કે ડાન્સગ્રુપમાં જોડાઈ શકો. બુક ક્લબ કે કાર ક્લબમાં પણ જોડાઈ શકો.

સમાજને અર્પણ કરો

તમે કાળજી લઈ શકો તેવી કોઈ પ્રવૃત્તિમાં સ્વૈચ્છિક સમય આપો. પાડોશીને મદદ કરો, સોસાયટીના ગાર્ડનમાં કામ કરો. મિત્રો માટે કશુંક બનાવો, કોઈ પણ જગ્યાએ સેવા આપો. તમારી આસપાસમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં તમે કંઈક કામ કરીને કે નિ:ર્સ્વાભાવે કશુંક આપ્યાનો સંતોષ માણી શકો. એથી અનોખી રાહત મળશે.

તમારી કાળજી તમે જ લો

કાર્યરત રહો અને પૌષ્ટિક ભોજન લો, જેથી તમે સ્વસ્થ રહી શકો. શારીરિક અને માનસિક સ્વસ્તા એક-બીજા સો જોડાયેલી હોય છે. જો તમે માનસિક રીતે સ્વસ્થ હશો તો શારીરિક સ્વસ્તા પણ કેળવાશે. તમારે કસરત કરવા જિમમાં જવું નહીં પડે. શારીરિક અને માનસિક રીતે સંતુલિત રહેવાી સદા પ્રફુલ્લિત રહેશો. પોતાની કાળજી લેવાનું પણ રાખો.

જાત સમક્ષ પડકાર ફેંકો

તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. કોઈ પણ જાતનો પડકાર ઝીલવા અને લક્ષ્ય સુધી પહોંચવા નવી સ્કિલ શીખો. તમારા મનને ગમે તેવું કશુંક રોજ કરતાં અલગ કરો. તમારા કામમાં વિશેષતા રાખો, નવી વાનગીઓ બનાવતા શીખો. નવો ડાન્સ, નવું ગીત… કંઈ પણ નવું શીખતા રહેવાી માનસિક સ્વસ્તામાં વધારો થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને સફળતા દોરાઈ આવે છે.

તાણની વહેંચણી કરો

તમે તાણ અનુભવતા હોવ તો અન્ય અંગત મિત્ર કે ઓળખીતા સાથે આ લાગણી વહેંચો. તણાવ એ જીવનનો એક ભાગ છે. તે લોકોને અલગ-અલગ રીતે અસર કરે છે. તણાવગ્રસ્ત હોઈએ ત્યારે તે એક સમસ્યા બની જાય છે. તાણની વહેંચણીની સાથે યોગ કરવાથી પણ લાભ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.