Abtak Media Google News

ડરતો નર સદા દુ:ખી

ગુજરાતમાં એકિટવ કેસનો આંક 318એ પહોંચ્યો: 8 દર્દીઓ વેન્ટીલેટર પર: ઓમિક્રોનની ચિંતા વચ્ચે વધતા કોવિડના કેસો

 

અબતક, અમદાવાદ

કોરોનાનું નવું વેરિયન્ટ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે તેવું નિષ્ણાંત તબીબો કહી રહ્યા છે ત્યારે શુક્રવારે રાજ્યભરમાં નવા 45 કેસ નોંધાયા છે પરંતુ લોકોએ ડરવાની બિલકુલ જરૂર નથી ફક્ત સાવચેતી રાખવાની જરૂરિયાત છે. હાલ જે રીતે દરરોજ નિષ્ણાંતો અલગ અલગ વાતો કરે છે તેના કારણે પ્રજામાં ભયનો માહોલ વ્યાપ્યો છે અને પરિણામે પ્રજાની સ્થિતિ થ્રી ઇડિયટ્સ ફિલ્મના ચતુરલિંગમ જેવી થઈ છે જેને ફોન કરીને ટ્રાફિક સિગ્નલનું ધ્યાન રાખવા જણાવાય છે પરંતુ તે સિગ્નલનું ધ્યાન નહિ રાખે તો તેનું મોત થઈ શકે છે તેવો ભય બતાવવામાં આવે છે જેના કારણે ચતુરનો જીવ ઉચકાટમાં આવી જાય છે પણ પાછળથી ચતુરને ભાન થાય છે કે, આ બધી વાતો તે જાણે જ છે. તેવી જ પરિસ્થિતિ પ્રજાની થઈ છે જેમણે સતત ભયના ઓથા હેઠળ રાખવામાં આવે છે અને અંતે સાવચેતી રાખવાનું જણાવવામાં આવે છે જે પ્રજા ભલીભાતી જાણે જ છે.

રાજકોટમાં બે સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના ચાર નવા કેસો નોંધાયા છે. ઓમિક્રોન વેરીએન્ટની દહેશત વચ્ચે રાજયમાં કોવિડના કેસો સતત વધી રહ્યા છે. ગુરૂવારે 50 કેસ નોંધાયા બાદ શુક્રવારે 45 કેસો નોંધાયા છે. રાજયમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યાનો આંક 318 ને પાર થઈ ગયો છે. જોકે ગઈકાલે એ પણ વ્યકિતનું કોરોનાથી મોત થયું નથી બીજી તરફ જામગરમાંથી કોરોનાનાએક દર્દી અને રાજકોટથી બે દર્દીના સેમ્પલ ઓમિક્રોનના વેરીએન્ટ છે કે નહી તેની ખરાઈ માટે પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજયમાં શુક્રવારે કોરોનાના નવા 45 કેસો મળી આવ્યાછે. અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં કોરોનાના નવા 45 કેસ, સુરત કોર્પોરેશનમાં 6 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 5 કેસ, આણંદમાં 3 કેસ, વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં 3 કેસ, નવસારીમાં બે કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 2 કેસ, વલસાડમાં બે કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ, ગાંધીનગર કોર્પોઅરેશનમાં 1 કેસ, જામનગર કોર્પોરેશનમાં એક કેસ, ખેડામાં એક કેસ, મહેસાણામાં એક કેસ, પોરબંદરમાં એક કેસ તથા સુરત ગ્રામ્યમાં કોરોનાનો એક સહિત રાજયમાં નવા 45 કેસો નોંધાયા છે.

હાલ ગુજરાતમાં કોરોનાના 318 એકિટવકેસ છે જે પૈકી 8 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. અને 310 દર્દીઓની હાલત સ્થિર છે. આજ સુધક્ષમાં કુલ 8,17,203 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. રિકવરી રેન્ટ 98.74 ટકા છે. કોરોનાથી 10094 લોકોના મોત નિપજયા છે. ગઈકાલ સુધીમાં 8,22,93,857 વેકિસનના ડોઝ આપી દેવામા આવ્યા છે.

રાજકોટમાં વોર્ડ નં.9માં રૈયારોડ પર રહેતા એક 84 વર્ષિય વૃધ્ધ કોરોનાથી સંક્રમીત થયા છે. તેઓએ વેકિસનનો એક ડોઝ લીધો નથી કોઈ ટ્રાવેલ્સ હિસ્ટી પણ ધરાવતા નથી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. તેઓના સંપર્કમાં આવેલા બે વ્યકિતઓ હાઈરીસ્ક પર અને 13 લાકે લો-રિસ્ક પર છે. ફેમીલીના સભ્યોએ વેકિસનના બંને ડોઝ લઈ લીધા છે. આઉપરાંત શહેરનાં વોડ નં.7માં સરદારનગર વિસ્તારમાં 44 વર્ષિય મહિલા કોરોનાના સંકજામાં સપડાયા છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે. તેઓએ વેકિસનનો ડોઝ લીધો નથી. તેના સંપર્કમાં આવેલા 4 વ્યકિતઓ હાઈરીસ્ક અને 8 વ્યકિતઓ લો-રીસ્ક પર છે. ફેમીલીના ચાર પૈકી ત્રણ સભ્યોને વેકિસનના બંને ડોઝ લઈ લીધા છે. જયારે એક બાબત હોય જે વેકિસન લેવાની લાયકાત ધરાવતા નથી.

 

દુબઇમાં લગ્નમાંથી પરત ફરેલા 30 અમદાવાદીઓ કોરોનાની ઝપટે

દેશમાં છેલ્લા દિવસોથી કોરોનાના ખતરનાક વેરિયેન્ટ ઓમિક્રોનના કેસનો પગપેસારો થયો છે. જેમાં વિદેશથી આવતા લોકોમાં આ વેરિયેન્ટનું જોર વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે દુબઇ લગ્નમાંથી પરત આવેલા 30 અમદાવાદીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જેમાં શંકાસ્પદ રીતે ઓમિક્રોનના લક્ષણો હોવાનું પણ અનુમાન છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 5 થી 7 લોકોને તો દુબઈમાં જ કોરોના પોઝિટિવની સારવાર શરૂ કરવામાં આવી હતી.જ્યારે બાકીના લોકો અમદાવાદ આવતા વિવિધ ખાનગી હોસ્પિટલમાં તેમજ હોમઆઈસોલેનમાં સારવાર લઈ રહ્યા છે.પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદથી દુબઇ લગ્ન પ્રસંગમાં અંદાજીત 500થી વધુ લોકોએ હાજરી આપી હતી. જેમાં પરત ફર્યા બાદ તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 30 જેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી મોટાભાગના દર્દીઓની ઉમર 16 થી 26 વર્ષની હોવાનું સામે આવી રહ્યું છે. આ તમામ પોઝિટિવ દર્દીઓને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંક્રમિત તબીબનો સંદેશ: હું એકદમ સ્વસ્થ છું, ભયભીત થવાનો કોઈ મુદ્દો જ નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.