Abtak Media Google News

વિજ્ઞાન સર્વત્ર પૂજયતે

યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત અને પ્રોત્સાહિત કરવા જરૂરી: દેશના વૈજ્ઞાનિક વારસાને ઉજાગર કરી તેમાંથી નવા સંશોધન કરવા આજનો યુવાન પ્રેરણા મેળવે તેવું આયોજન શાળા-કોલેજમાં થવું જરૂરી

 

લાંબા ગાળાના ભવિષ્ય માટે વિજ્ઞાન ટેકનોલોજીમાં સંકલિત અભિગમો જરૂરી: દેશની ભાવી પેઢી વિજ્ઞાન ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપશે તો જ આપણો દેશ વધુ પ્રગતિ કરશે: માનવજાતિના અસ્તિત્વનો પ્રશ્ર્ન આવે ત્યારે એકમાત્ર વિજ્ઞાન, તેની શોધ-સંશોધનો જ બચાવ કરી શકશે

ડાર્વિનના ઉત્ક્રાંતિ વાદે માનવ જાતીએ પથ્થર યુગથી આજની 21મી સદી સુધીની કરેલ તમામ પ્રગતિ વિજ્ઞાનને આભારી છે: શોધ-સંશોધનોના સારા-નરસા બન્ને પરિણામો સમાજમાં જોવા મળી રહ્યા છે: વિજ્ઞાન આપણને માર્ગ શોધી આપે છે અને તેનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ આવે છે

વિજ્ઞાનના અનેક ઉપકારો છતાં એની બીજી બાજુ ઘણી ભયાનક

 

નેશનલ સાયન્સ ડે દેશમાં ઉજવાય રહ્યો છે. વૈજ્ઞાનિક ડો.સી.વી.રામનની યાદમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરીએfet છીએ. વૈશ્ર્વિકસ્તરે સાયન્સ ડે 10 નવેમ્બરે ઉજવાય છે. 28મી ફેબ્રુઆરી 1950ના રોજ ડો.સી.વી.રામનની ઇફેક્ટની યાદમાં આપણા દેશમાં આ દિવસ ઉજવાય છે. તેમની આ શોધને 1930માં એટલે કે આઝાદી પહેલા નોબલ પ્રાઇઝ મળ્યું હતું. ત્યારે તેઓ પ્રથમ ભારતીય તરીકે બહુમાન મેળવનાર હતા. 1954માં તેમને ભારત રત્નનો એવોર્ડ મળ્યો હતો. આ બન્ને એવોર્ડ મેળવનાર તે એકમાત્ર ભારતીય છે. આપણા દેશનાં મહત્વના દિવસોમાં 28 ફેબ્રુઆરી 1928 છે, આ દિવસે માત્ર બસો રૂપિયાના ખર્ચ રામન ઇફેક્ટ્સ જેવા મહાન શોધ કરીને એક ભારતીયે વિશ્ર્વને ચકિત કરી દીધા હતાં.

ડો.સી.વી.રામન ભારતમાં પ્રથમ શોધ-સંશોધન કરનાર વ્યક્તિ હતા. તેમણે 1907 થી 1933 સુધી કોલકત્તામાં વિશેષ કાર્ય કર્યું હતું. તેમના મહાન પ્રયાસને લોક હૃદ્યમાં સ્થાન આપવા 1986માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ દિવસે શાળા-કોલેજો, વિજ્ઞાન કેન્દ્રો, તબીબી, તકનીકી સંશાધનો, સંસ્થાઓ આ દિવસ ઉજવે છે.

વિજ્ઞાન પ્રત્યેના દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત અને પ્રોત્સાહન કરવાનો છે. ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ સૂત્રને સાર્થક કરીને ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આજે પણ વિજ્ઞાન પ્રવાહ લેનાર છાત્રો કેટલા? જો કે છેલ્લા થોડા વર્ષોથી આ બાબતે પ્રગતિ જોવા મળી છે. આપણાં છાત્રો વિજ્ઞાન વિષય તેમની કારકિર્દી તરીકે પસંદ કરે તે જરૂરી છે અને તેમાં તેને પ્રોત્સાહન આપવું સૌની ફરજ છે. દેશની ભાવી પેઢી વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપશે તો જ આપણો દેશ વિજ્ઞાન ક્ષેત્રે વધુ પ્રગતિ કરી શકશે.

ગત વર્ષની ઉજવણી થીમ “લાંબા ગાળાના ભવિષ્ય માટે વિજ્ઞાન ટેકનોલોજીમાં સંકલિત અભિગમો” છે. શાળા-કોલેજમાં વિજ્ઞાન, ગણિત પ્રદર્શન, વિજ્ઞાન મેળા સાથે વિવિધ પ્રયોગોનું નિદર્શન કરીને છાત્રોને આકર્ષવા જરૂરી છે. છાત્રો વિજ્ઞાનની ચર્ચા કરે, સમજે-વિચારેને પ્રયોગ કરે એવું વાતાવરણ શૈક્ષણિક સંકુલોમાં હોવી જોઇએ. પ્રયોગ શાળામાં વિવિધ પ્રયોગો કરે એવું વાતાવરણ શોધ-સંશોધન કરે એ જ વિશિષ્ટ જ્ઞાન ‘વિ-જ્ઞાન’નો હેતુ છે. વિશ્ર્વમાં 2002 થી દર વર્ષે વિશ્ર્વ વિજ્ઞાન દિવસ પણ ઉજવાય છે. માનવ જાતીની શાંતિ અને વિકાસ સાથે સમાજના તાણા-વાણાને અંકબંધ રાખીને તેના વિકાસ માટે વિજ્ઞાનના મહત્વને સમર્પિત કરે છે. કોરોના જેવી સદીની ભયાનક પરિસ્થિતિમાં આ શોધ-સંશોધન થકી વિજ્ઞાનને આધારે તબીબો લાખો લોકોના જીવ બચાવી શક્યા છે. માનવ જાતીના અસ્તિત્વનો પ્રશ્ર્ન આવે ત્યારે એક વિજ્ઞાન જ, તેની શોધ-સંશોધનો માનવ જાતને બચાવતો હોય છે.

ડાર્બિના ઉત્ક્રાંતિવાદે માનવ જાતીએ પથ્થર યુગથી આજની 21મી સદી સુધીની કરેલ તમામ પ્રગતિ વિજ્ઞાનને આભારી છે. દિવસ-રાતની વૈજ્ઞાનિકની મહેનત દ્વારા શોધના ફળ આપણે ખાઇ રહ્યા છીએ. જેમાં વિજળી, ફોન, મોબાઇલ, ટીવી, ઇન્ટરનેટ, ડેટા ટ્રાન્સફર, ઓનલાઇન બેકિંગ કે શોપીંગ સાથે તમામ ક્ષેત્રે કોમ્પ્યૂટરનો વ્યાપથી માનવ જાતનો ઘણો સમય બચી ગયો છે. વિજ્ઞાનની ઘણી શોધના સારા પરિણામો સામે નરસા પરિણામો પણ સમાજમાં જોવા મળી રહ્યા છે. જેમાં મોબાઇલ, સાયબર ક્રાઇમ અને ઓનલાઇન ફ્રોડ જેવી સિસ્ટમની સારી કરતા ખરાબ અસરો જોવા મળે છે.

વિજ્ઞાન આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે જન જાગૃત્તિ લાવવાનો દિવસ છે. વિજ્ઞાનના નવા વિકાસ અને તેના વિકાસકર્તાથી વાકેફ કરવાનો છે. પૃથ્વીની આબોહવા તેના પરિવર્તનો સાથે ગ્લોબલ વોર્મિંગને કારણે આપણાં અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો છે ત્યારે વિજ્ઞાનના સહારે સૌ સાથે મળીને પ્રકૃત્તિનું જતન કરીએ એ ખૂબ જ જરૂરી છે. વિજ્ઞાન આપણને માર્ગ શોધી આપે છે અને તેનો ઉપયોગ કરીને સમસ્યા ઉકેલ લાવવાની વાત પણ કરે છે. આજના વિજ્ઞાન યુગમાં પણ આપણાં દેશમાં અંધશ્રધ્ધા જોવા મળે છે ત્યારે શિક્ષકોએ પોતાના છાત્રોને સાચી અને વૈજ્ઞાનિક પુરાવા સાથેની માહિતી સમજાવી પડશે. આપણા દેશમાં વિજ્ઞાન દિવસ પહેલાના વીકમાં વિવિધ ઉજવણીના કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીને જાગૃત કરાય છે. વિજ્ઞાનએ આશિર્વાદ કે અભિશાપ? આ પ્રશ્ર્નના જવાબમાં બે વિરોધાભાષી દ્રષ્ટિ બિંદુથી મૂલવવામાં આવે છે. આ જગતમાં દરેક વસ્તુંના બે પાસા હોય છે. સળવું અને અવળું, સિક્કાની બંને બાજુ વિજ્ઞાનમાં પણ જોવા મળે છે. તેની શોધ અને સંશોધનનો રચનાત્મક ઉપયોગ થાય તે જરૂરી છે. માનવ જાતના કલ્યાણ માટે વપરાય ત્યાં વિજ્ઞાન એક અમૂલ્ય વરદાન છે. વિજ્ઞાનના પ્રયોગોના અખતરા અને પ્રયોગો જ્યારે ખતરનાક બને ત્યારે વિનાશ નોંતરે છે. અણુની શોધ બાદ નેનો ટેકનોલોજીએ આંગળીના ટેરવે દુનિયા લાવી દીધી તો યુધ્ધના વિવિધ પરમાણુ શસ્ત્રો પણ એવા છે જે માનવ જાતને નાબૂદ કરી શકે છે. વિનાશના ભયંકર સ્વરૂપો એટલી હદે આગળ વધી જાય ત્યારે સમગ્ર પૃથ્વીને ખતરો થવા લાગે છે.

ગત 20મી સદીમાં માનવ જાતે નવા શોધ-સંશોધનો થકી ચંદ્ર પર પગ મૂકી દીધો છે. જ્યાં સૂર્યના કિરણો પણ ન પહોંચે ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચી ઘણા ખૂલ્લા રહસ્યો ઉઘાડા પાડ્યા છે. જીવલેણ રોગોને પણ સાધ્ય કરી દીધા છે. અત્યંત ઝડપી વાહનો થકી સુખ-સગવડો સાથે કોમ્પ્યૂટર ટેકનોલોજી અને યંત્ર માનવ સુધી વિજ્ઞાન સફર સફળ બની છે. આજ વિજ્ઞાન જીવલેણ શસ્ત્રો સાથે ઝેરી વાયુનું પ્રસારણ કરે ત્યારે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે. આજે વિજ્ઞાન શાપરૂપ બન્યું છે. શોધનો જુદી રીતે ઉપયોગ કરવા લાગ્યા છીએ. તેની રચનાત્મક અને ખંડનાત્મક અસરોમાં સકારાત્મક અસરોનો ઉપયોગ થવો જોઇએ. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જ જરૂરી છે.

 

વિજ્ઞાને આપેલી અગત્યની શોધો

  • મોબાઇલ
  • કોમ્પ્યૂટર ટેકનોલોજી
  • માનવ યંત્ર (રોબોટ)
  • ઇન્ટરનેટ
  • જીવલેણ રોગને સાધ્ય બનાવતી વિવિધ રસી
  • અવકાશી વિજ્ઞાન
  • પરમાણુ શસ્ત્રો
  • સોલાર સિસ્ટમ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.