Abtak Media Google News

દેશમાં અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સે 30 સપ્ટેમ્બરે, પૂર્ણ થયેલા ગાળા માટે ન્યૂ બિઝનેસ પ્રીમિયમની રૂ. 10,288 કરોડની આવક કરી હતી, જે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ગાળા માટે રૂ. 8,998 કરોડ હતી. 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ગાળાની સરખામણીમાં સમીક્ષાના ગાળામાં રેગ્યુલર પ્રીમિયમની આવકમાં 47 ટકા સુધીનો વધારો થયો હતો.

Advertisement

વીમા યોજનાઓ પર કામગીરીઓને સ્પષ્ટપણે કેન્દ્રીત કરતાં એસબીઆઈ લાઇફના વીમાની ન્યૂ બિઝનેસ પ્રીમિયમની આવક 30 સપ્ટેમ્બરના પૂર્ણ થયેલા ગાળા માટે રૂ. 1,211 કરોડ હતી, જેમાં 33 ટકાની વૃદ્ધિ થઈ છે. 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા ગાળામાં પ્રોટેક્શન ઇન્ડિવિડ્યુઅલ ન્યૂ બિઝનેસ પ્રીમિયમની આવકમાં 38 ટકાની વૃદ્ધિ થઈ હતી અને રૂ. 370 કરોડ થઈ હતી. 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ગાળાની સરખામણીમાં સમીક્ષાના ગાળામાં ઇન્ડિવિડ્યુઅલ ન્યૂ બિઝનેસ પ્રીમિયમની આવક 54 ટકા વધીને રૂ. 6,475 કરોડ થઈ હતી.

30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થયેલા ગાળા માટે એસબીઆઈ લાઇફનો કરવેરાની ચુકવણી પછીનો નફો રૂ. 470 કરોડ થયો હતો. 30 સપ્ટેમ્બરના રોજ કંપનીનો સોલ્વરન્સી રેશિયો 2.12 પર મજબૂત જળવાઈ રહ્યો હતો, જે નિયમનકારક જરૂરિયાત 1.50થી વધારે છે. 30 સપ્ટેમ્બરના રોજ એસબીઆઈ લાઇફની એયુએમ પણ 31 ટકા વધીને રૂ. 2,44,178 કરોડ થઈ હતી, જે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ રૂ. 1,86,360 કરોડ હતી, જેમાં ડેટ-ઇક્વિટી મિક્સ 70:30 હતું.

95 ટકાથી વધારે ડેટ ઇન્વેસ્ટમેન્ટ અઅઅ અને સોવેરિયન માધ્યમોમાં છે. કંપની સમગ્ર દેશમાં 947 ઓફિસ અને 2,00,190 તાલીમબદ્ધ વીમા વ્યવસાયિકોનું બહોળું વિતરણ નેટવર્ક ધરાવે છે, જેમાં મજબૂત બેંકાશ્યોરન્સ ચેનલ, એજન્સી ચેનલ તથા કોર્પોરેટ એજન્ટ, બ્રોકર્સ, માઇક્રો એજન્ટ્સ, કોમન સર્વિસ સેન્ટર્સ, વીમા માર્કેટિંગ કંપનીઓ, વેબ એગ્રીગેટર્સ અને ડાયરેક્ટ બિઝનેસ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.