Abtak Media Google News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે રોજ તેઓ ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર પહોંચતા તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

ભાવનગર એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ સાથે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, મેયર કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, કલેક્ટર યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર ઉપસ્થિત રહ્યા હતા.

15Ab561E 6A29 4694 8750 13F09521838C

રાષ્ટ્રપતિ ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં બાદ એરફોર્સના વિશેષ હેલિકોપ્ટરમાં ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં તલગાજરડા ગામ ખાતે જવાં રવાના થયાં હતાં.

64083E78 B625 455E Bac6 19E4Aab6C8A9
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાવનગરમાં બંધાયેલા આવાસોનું  પણ લોકાર્પણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.