Abtak Media Google News

 14 લોકોના મોત, કાટમાળ નીચે ઘણા લોકો દટાયા

અફઘાનિસ્તાન એઅર્થ

આંતરરષ્ટ્રીય ન્યુઝ

શનિવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં અડધા કલાકમાં પાંચ વખત ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 નોંધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના પશ્ચિમ વિસ્તારમાં હતું.

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનમાં એક પછી એક આવ્યા ભૂકંપના આંચકા

અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે 14 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને ઘણી ઇમારતો ધરાશાયી થઇ છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. રિપોર્ટ અનુસાર, 6.3ની તીવ્રતાના ભૂકંપ બાદ અનુક્રમે 5.5, 4.7, 6.3, 5.9 અને 4.6ની તીવ્રતાના પાંચ આફ્ટરશોક આવ્યા, જેના કારણે લોકો ગભરાઈ ગયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.