Abtak Media Google News

૨૨ પ્લેટફોર્મ બનશે: મુસાફરોને જુના બસ સ્ટેન્ડ જેવી બધી જ સુવિધા પ્રાપ્ત થશે

એસ.ટી.બસપોર્ટના ખાતમુહૂર્ત બાદ શાસ્ત્રીમેદાનમાં હંગામી બસ સ્ટેન્ડના નિર્માણના શ્રીગણેશ ૧ મહિના પૂર્વે રાજકોટના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે ઈંટ મુકી કામ ચલાઉ એસ.ટી.બસ સ્ટેન્ડનો પ્રારંભ કરાવ્યો હતો. હાલમાં આ હંગામી બસ સ્ટેન્ડની કામગીરી ૫૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે અને લગભગ ૧ મહિનાની અંદર આ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત થશે.એસ.ટી.ડિવીઝનના રાજકોટના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એસ.ટી.બસપોર્ટના નિર્માણ દરમિયાન મુસાફરોને કોઈ અવગડતા ન પડે તે માટે શાસ્ત્રીમેદાનમાં હંગામી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ૧ મહિના પૂર્વે જ ચાલુ થઈ છે. હાલમાં આ કામગીરી પૂર્ણ થવાના આરે છે અને ટુંક સમયમાં જ આ બસ સ્ટેન્ડ ધમધમતું બનશે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ફેબિકેટેડ ડોમ ધરાવતા આ બસ સ્ટેન્ડ પાછળ અંદાજીત ‚ા.૫૫ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્તમાન બસ સ્ટેન્ડ ટુંક સમયમાં કાર્યરત થશે. જેમાં જુના બસ સ્ટેન્ડની જેમ જ મુસાફરોને ૨૨ પ્લેટફોર્મ, શૌચાલય, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, વોલ્વોના યાત્રિકો માટે એસી‚મ વ્યવસ્થા, ડ્રાઈવર-કંડકટર માટે રેસ્ટ‚મ, જુદા જુદા સ્ટોલ સહિત કેન્ટીનની પણ સુવિધા મળશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લગભગ ૨૬-૩૦ દિવસના હંગામી બસ સ્ટેન્ડનું કામ પુરુ થતાં જુના એસ.ટી. સ્ટેન્ડનું સ્થળાંતર કરવામાં આવશે અને ત્યારબાદ જયાં સુધી જુનુ બસ સ્ટેન્ડ અદ્યતન એરપોર્ટ જેવું નહીં બને તેમજ લગભગ બે વર્ષ સુધી શાસ્ત્રીમેદાનમાં હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત રહેશે. મુસાફરોને પણ કોઈપણ જાતની અવગડતા ન બને તે મુજબનું હંગામી સ્ટેન્ડ ટુંક સમયમાં બનશે અને ધમધમતું થશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.