Abtak Media Google News

‘પદ્મ’માં પણ રાજકારણ?

એવોર્ડ નોમિનેશન માટે ૨૦૧૬ થી સરળ, સુગમ અને સુરક્ષિત ઓનલાઈન પ્રક્રિયા શરૂ થતા કોઈ પણ ક્ષેત્રના હીરો નામાંકન ભરી શકે છે

પદ્મ એવોર્ડ માટે આ વર્ષે લગભગ ૫૦ હજાર નોમિનેશન આવ્યા છે. એમએચએ ડેટા રેકોર્ડ પ્રમાણે ૨૦૧૯ માટે ૪૯,૯૯૨ નામાંકન થયા છે. આ વર્ષના નોમિનેશન પર નજર નાખવામાં આવે તો ૨૦૧૦ની સરખામણીમાં ૪૦ ટકા વધારે છે. આ એવોર્ડ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ તેમજ અસાધારણ ઉપલબ્ધીઓ મેળવનારને આપવામાં આવે છે. જોકે ૨૦૧૦માં ઓછા નામાંકનનું મુળ કારણ સામાન્ય નાગરિક તેના સુધી પહોંચી શકતો ન હતો પરંતુ હવે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ હોવાથી નામાંકનની સંખ્યામાં પણ વધારો થયો છે.

Advertisement

આ અંગે વધુ જણાવતા ગૃહ મંત્રાલયે કહ્યું કે, પદમ એવોર્ડ માટે આવેલી ૫૦ હજાર જેટલી અરજીઓ ૨૦૧૦ની સરખામણીમાં ૪૦ ટકા વધારે છે. ૨૦૧૦માં આવેલા નામાંકનમાં આમ જનતામાંથી માત્ર ૧૩૧૩ લોકોએ નોમિનેટ કર્યું હતું અને ૨૦૧૮માં ૮૪ અસાધારણ વ્યકિતઓને પદમ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

તો ૨૦૧૭માં કુલ નામાંકન ૧૮,૭૬૮ હતા. તેમાંથી ૮૯ વિશિષ્ટ વ્યકિતઓને એવોર્ડ અપાયો હતો. કોઈપણ વ્યકિત કોઈ પણ વર્ગ, કોઈ પણ કામ સાથે જોડાયેલી હોય કે સ્ત્રી કે પુરુષ હોય તે આ એવોર્ડ માટે પાત્ર છે. આ એવોર્ડની શરૂઆત ૧૯૫૮માં થઈ હતી અને તેની જાહેરાત દર વર્ષે ૧૫ ઓગસ્ટે કરવામાં આવે છે.

સરકારે પદમ એવોર્ડને ખરેખર જન પુરસ્કારમાં તબદિલ કરી દીધું છે. લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને તે ગુમનામ હીરોના નામાંકન કરે જે ખરેખર આ એવોર્ડના હકકદાર છે. વર્ષ ૨૦૧૬માં પદમ એવોર્ડની નોમીનેશનની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. તેના માટે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં સામેલ થવા એક સરળ, સુગમ અને સુરક્ષિત ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. પદમ એવોર્ડના ઓનલાઈન નોમિનેશન પ્રક્રિયા ૧ મે ૨૦૧૮ના રોજ શરૂ થઈ અને નોમિનેશનની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ હતી. એવોર્ડની જાહેરાત ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ થશે.

પદ્મ એવોર્ડ ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો માનો એક છે. આ એવોર્ડ વિવિધ ક્ષેત્રો જેમ કે સમાજ સેવા, ચિકિત્સા, ખેલકુદ, વિજ્ઞાન અને એન્જીનિયરીંગ વેપાર અને ઉધોગ, સાહિત્ય કલા, લોકકાર્ય, શિક્ષા, સિવિલ સેવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.