Abtak Media Google News

અંજલીબેન રૂપાણી, મોહનભાઈ કુંડારીયા અને નિતીનભાઈ ભારદ્વાજે હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા

રાજકોટ શહેરમાં વોર્ડ નં.૭ના કોર્પોરેટર કશ્યમ શુકલ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી પોતાના વોર્ડની તમામ આંગણવાડીઓમાં સેવાકીય પ્રવૃતિઓ ચલાવાય છે ત્યારે હાલ શ્રાવણ માસ નીમીતે દર વર્ષે યોજાતી વેશભુષા હરિફાઈનું આ વર્ષે પણ અને‚ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડીના ૫૫૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.

શ્રીકૃષ્ણ, શિવજી, રામ સહિતના દેવતાઓના વેષ ધારણ કરી આનંદ માણ્યો હતો. આ વેષભુષા હરિફાઈમાં વિજેતા તમામ બાળકોને ઈનામો આપી સન્માનીત કરાયા હતા તો આ સાથે આંગણવાડીની બહેનોને મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે ડિનર સેટ અપાયા હતા.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અંજલીબેન રૂપાણી સહિત જૂનાગઢ જિલ્લાના પ્રભારી પ્રદેશ નેતા નીતિનભાઈ ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, કોર્પોરેટર હીરલબેન મેહતા, ડો.અમીત રૂપાણી હાજર રહ્યાં હતા જયારે નિર્ણાટકો તરીકે મહિલા મોરચાના પ્રમુખ ડો.ઉન્નતિબેન ચાવડા, રશ્મિબેન મોરધરા, રૂપાબેન ધ્રુવ સહિતના આગેવાનો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.