Abtak Media Google News

આવક વેરા વિભાગના ૧૫૯મા સ્થાપના દિવસ નિમિતે સમગ્ર દેશમાં આવક વેરા વિભાગ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં જામનગરમાં આવક વેરા વિભાગ દ્વારા આવક વેરાનાં પ્રિન્સીપલ કમિશ્નર એફ. એસ. સિરોવાનાં માર્ગદર્શન હેઠળ ક્રાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે લાખોટા લેકમાં ૫ કીમી ચાલવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

ઈન્કમ ટેક્સ ઓફિસ દ્વારા ૧૫૯મા ઈન્કમ ટેક્સ ડેની ઉજવણી નિમિતે એક પખવાડિયા સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોય ઓફ ગીવીંગ, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષા રોપણ, સ્વચ્છતા અભિયાન, ટેક્સાથોન, અને કરદાતાઓને તથા સ્કૂલ અને કોલેજનાં વિદ્યાર્થીઓને ઈન્કમ ટેક્સ અંગેની પ્રાથમિક જાણકારી વગેરે કાર્યક્રમ કરવામાં આવ્યા હતાં. તા. ૨૩ના સવારે ૭.૩૦ વાગ્યે ટેક્સાથોન (૫ કી.મી. ચાલવું)નું આયોજન લાખોટા લેકમાંથી પ્રસ્થાન કરવામાં આવેલ હતું.

જેમાં રન ફોર ટેક્સ અને રન ફોર નેશનનાં સુત્ર સાથે લોકોમાં ઈન્કમ ટેક્સ પ્રત્યેની જાગૃતતા ફેલાય તેવા ઉદ્દેશથી કાર્યકમનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં અધિકારીઓ એફ. એસ. સિરોવા, પ્રિન્સીપલ કમિશ્નર રાજેશ કુમાર સિન્હા, કમિશ્નર(અપિલ) પી.એસ. ભલ્લા, જોઈન્ટ કમિશ્નર પી. આર. મીણા, નરેન્દ્ર નિખારે, અશોક હિરપરા, શ્યામ લાલ મીણા, સ્વરૂપ ભટ્ટ તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ આ ટેક્સાથોન કાર્યક્રમમાં જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.