Abtak Media Google News

દેશભરમાં છેવાડાના લોકો સુધી વિસ્તરેલા પોસ્ટ ઓફીસના નેટવર્કના સદઉપયોગ થકી બચતથી લઇ વિમા સુધીની સુવિધા લોકો માટે આદર્શ વ્યવસાયબની રહી છે.રાજકોટ ખાતે યોજાયેલા પોસ્ટ ઓફીસના અકસ્માત વિમા કવચનો લાભ વેલવા લોકોની લાઇનો લાગી હતી.

પોસ્ટ ઓફીસની “ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક” સેવા હેઠળ ખાતાધારકોને 399/ 396 રૂપિયામાં 10 લાખનું અકસ્માત વીમા કવચ

Screenshot 11 6

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકએ ભારત સરકાર અંતર્ગત પોસ્ટ ડિપાર્ટમેન્ટ, કોમ્યુનિકેશન મંત્રાલય હેઠળ આવેલ પેમેન્ટ્સ બેંક છે. જેનો શુભારંભ આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થયો હતો. આ બેંકનો ઉદ્દેશ્ય પોસ્ટ ડિપાર્ટમેન્ટના વિશાળ અને વિશ્વાસપાત્ર નેટવર્ક દ્વારા છેવાડાના માનવી સુધી બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો છે.

આ સુવિધા અન્વયે ખાતાધારકો ફક્ત રૂ.399ના વાર્ષિક પ્રીમિયમમાં રૂ.10 લાખના અકસ્માત વીમા પોલિસીનો લાભ લઈ શકે છે.  જેમાં દુર્ભાગ્યે કોઈપણ અકસ્માતથી મૃત્યુના સંજોગોમાં રૂ.10 લાખ તેમજ કાયમી વિકલાંગતા માટે પણ રૂ.10 લાખ જેટલી મોટી રકમ લાભાર્થીને મળવાપાત્ર છે. બાળકો માટે રૂ.1 લાખ સુધી અભ્યાસ સહાય, રૂ. 60 હાજર સુધી દવાખાના ખર્ચ સહિતના અન્ય લાભ તો ખરા જ. રોજમદારો, નાના કારીગરો થી માંડીને દરેક નાગરીકો માટે અક્સ્માત વીમા અત્યંત જરૂરી છે. પોસ્ટ ઓફિસની આ વીમા પોલિસી નાના અને મધ્યમવર્ગીય પરિવારની સલામતી સુનિશ્ચિત કરી સહારારૂપ બની છે.

Dsc 5267

આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ ફક્ત પોતાના આધાર કાર્ડના નંબર આપી પેપરલેસ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં એકાઉન્ટ ખોલાવી ખોલી શકે છે અને તુરંત જ આ વીમાનો લાભ કોઈ પણ ડોકયુમેન્ટ આપ્યા વિના લઈ શકે છે. આ યોજના હેઠળ ફક્ત રૂ. 600 થી એકાઉન્ટ તેમજ વીમાનો લાભ મેળવી શકે છે. આ સુવિધા કોઈપણ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે.પોસ્ટ ઓફિસની જુદી જુદી સેવાઓથી લોકો વાકેફ થાય અને જરૂરી સેવાઓ નજીકમાં જ અને ઝડપભેર મળી રહે તે માટે રાજકોટ શહેરમાં   સદર બજારમાં આવેલી રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, ગોંડલ રોડ પર આવેલી રાજકોટ પોસ્ટલ કોલોની પોસ્ટ ઓફિસ, ભક્તિનગર સર્કલ ખાતે આવેલી ભક્તિનગર પોસ્ટ ઓફિસ, યુનિવર્સિટી રોડ ઉપર આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોસ્ટ ઓફિસ, કોટેચા સર્કલ નજીક આવેલી રૈયા રોડ પોસ્ટ ઓફિસ ખાતે વિશિષ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રોજના ફક્ત એક રૂપિયાના ખર્ચમાં એક વર્ષનો અકસ્માત વીમો લોકોને મળશે: અંકુર ડોંગા- (પોસ્ટ માસ્ટર)

Screenshot 12 3

ભક્તિનગર પોસ્ટ ઓફિસ ના પોસ્ટ માસ્ટર અંકુર ડોંગાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોને 396 માં એક વર્ષ માટે રૂ 10 લાખનો અકસ્માત વીમો મળે છે. તે માટે તારીખ 19 અને 20 જાન્યુઆરીના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી વધુને વધુ લોકો સુધી જાણકારી પહોંચાડી શકાય તેમ જ વધુને વધુ લોકો આ કેમ્પનો લાભ લઇ શકે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે રોજના 25 થી 26 લોકો આ વિમાનો લાભ મેળવે છે તેમજ તેમણે લોકોને અપીલ કરી હતી કે દરેક લોકોએ અકસ્માત વીમો લેવો જોઈએ રોજના ફક્ત એક રૂપિયા જેટલા ખર્ચમાં 10 લાખનો અકસ્માત વીમો લોકોને મળે તેવી યોજના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.