Abtak Media Google News

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તે રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર સ્મારક તરીકે જાહેર કરવાની પ્રક્રિયામાં છે અને તેના પર વિચાર કરી રહી છે.  બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી કરતા કોર્ટે અરજદારને નિર્દેશ આપ્યો કે તે મંત્રાલયને આનાથી સંબંધિત વધારાના પુરાવા આપી શકે છે.

બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુપ્રીમ કોર્ટે શરૂ કરેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારનું મહત્વનું નિવેદન

રામ સેતુ એ તમિલનાડુના દક્ષિણપૂર્વ કિનારે આવેલા પમ્બન ટાપુ અને શ્રીલંકાના ઉત્તરપશ્ચિમ કિનારે આવેલા મન્નાર ટાપુ વચ્ચેની પત્થરોની સાંકળ છે. બીજેપી નેતા ને સ્વામીએ કહ્યું છે કે તેઓ મુકદ્દમાના પ્રથમ રાઉન્ડમાં જીતી ગયા છે, જે અંતર્ગત કેન્દ્ર સરકારે રામ સેતુના અસ્તિત્વને સ્વીકાર્યું હતું.  તેમણે કહ્યું કે સંબંધિત કેન્દ્રીય પ્રધાને તેમની માંગ પર વિચાર કરવા માટે 2017 માં એક બેઠક બોલાવી હતી પરંતુ પછી કંઈ થયું નહીં.

ભાજપના નેતાએ અગાઉ યુપીએ સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન વિવાદાસ્પદ સેતુસમુદ્રમ જળમાર્ગ પ્રોજેક્ટ સામે તેમની પીઆઈએલમાં રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો, જેણે 2007માં રામ સેતુ પરના પ્રોજેક્ટનું કામ અટકાવી દીધું હતું.  ત્યારે કેન્દ્રએ કહ્યું હતું કે તે પ્રોજેક્ટના “સામાજિક-આર્થિક નુકસાન”ને ધ્યાનમાં લે છે અને રામ સેતુને નુકસાન પહોંચાડ્યા વિના જળમાર્ગ પ્રોજેક્ટ માટે અન્ય માર્ગ શોધવા માંગે છે.  ત્યારબાદ કોર્ટે સરકારને નવેસરથી સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.