Abtak Media Google News
મોરબીના ઇન્દિરાનગરમાં પ્લોટમાં ગેરકાયદેસર પેશ કદમીની અરજી મામલે ૪ મહિલા સહિતના ૬ ઈસમોએ વૃધ્ધાને પાઇપ, ધોકો અને ઇટ વડે મારમાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા ઉજીબેન ટાભાભાઈ પરમાર ઉ.વ.૭૦એ ફરિયાદ નોંધાવી હતી કે તેઓના વિરુદ્ધ પ્લોટમાં ગેરકાયદેસર પેશકદમીની મામલતદારને અરજી કરવામાં આવી હતી. આ મામલે અરજી કરનારને સમજાવા જતા ભોપાભાઈ, દેવજીભાઈ પરમાર, જબૂબેન પરમાર તથા ભોપાભાઈની પત્ની અને દેવજીભાઈની બે દીકરીઓએ લોખંડનો પાઇપ , ધોકા અને ઈંટ વડે મારમાર્યો હતો.
આ મામલે વૃધ્ધાએ બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.