Abtak Media Google News

આર્યુવેદ આપણો પ્રાચીન સાંસ્કૃતિક વારસો છે. જેમાં દરેક મર્ઝનો ઇલાજ દર્શાવાયો છે અને એ પણ કુદરતી રીતે જબિુટી અને ઔષધિઓનાં ચોક્કસ ઉપયોગ દ્વારા યોગ્ય ઇલાજ સુચવાયો છે. અત્યારની વ્યસ્ત જીવનમાં લોકોને આરામનો નશીબ જ નથી પરંતુ જ્યારે ઉંધ લ્યે છે ત્યારે પણ ઘણા ડિસ્તબન્સ આવે છે. સુતા સમયે પણ મગજ કાર્યશીલ રહે છે તો પુરતો આરામ નથી થઇ શકતો અને મોટી મોટી બિમારીઓનો ભોગ બને છે. ત્યારે આર્યુવેદમાં આ પુરતી ઉંઘને નિરાંતની ઉંઘ બનાવવામાં ઇલાજ પણ દર્શાવાયા છે. તો આવો જાણીએ એવી કઇ દવા છે જે આપે છે નિરાંતની ઉંઘ

Advertisement
 બ્રાહ્મી

બ્રાહ્મી એક એક એવે આર્યુવેદીક ઔષધી છે જે આપે છે આરામદાયક ઉંઘ આ ઉપરાંત મનની શાંતિ એકાગ્રતા અને સતર્કતા પણ આપે છે. બ્રાહમ્ીને બ્રેઇન ટોનિક તરીકે પણ ઓળખવામાં આવે છે આ સાથે જ પાચનને લગતા પ્રશ્નોને પણ ઉકેલે છે. બ્લડ સરક્યુલેશન પણ મદદ‚પ થાય છે.

 શંખપુષ્પી

શંખપષ્પી એક એવી ઔષધી છે. જેમાં રહેલાં તત્વો આપણી નર્વસ સીસ્ટમને રીલેક્ષ કરે છે. આ ઉપરાંત આપણી ચિંતા દરમિયાન પણ આ ઔષધિ લેવાથી મગજ શાંત થાય છે અને ઉંઘ સરખી થાય છે.

વાચા

વાચાની અરસ આપણા મગજનો શાંત કરવામાં થાય છે ટેન્શન અને ઇન્સોનીયાનાં ઇલાજમાં પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. વાચાના ઉપયોગથી નર્વસ સીસ્ટમમાં ખૂબ ફાયદા થાય છે જેમકે સ્ટે્રસમાંથી મુક્તિ આપે છે. અને આ બાબત વૈજ્ઞાનિક રીતે સાબિત થઇ છે.

સર્પગન્ધા 

સર્પગન્ધા એટલે કે ભારતનું એક એવું ઔષધ જેમાં ૫૦ એવા કુદરતી તત્વો રહેલાં છે. જે હાઇ બ્લડ પ્રેશર, હાઇપર ટેન્શન, જે ઓછી ઉંઘના કારણે થતા હોય તેવા દર્દને મટાડે છે.

અશ્રવગંધા

અશ્ર્વગંધા પણ એક એવી ઔષધી છે જેને રોજ લેવાથી ચિંતા સ્ટ્રેસ અને થાકને દૂર કરશે અને સારી ઉંઘ લેવામાં મદદ‚પ થશે.

 જટામાસી

જટામાસી એક એવું બ્રેઇન ટોનીક છે જે યાદશક્તિ વધારે છે મગજને શાંત કરે છે સાથે સાથે હાઇપર એક્ટિવ માઇન્ડ પણ આરામ આપે છે. તેમજ નર્વસ સિસ્ટમને પણ મદદ‚પ થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.