Abtak Media Google News

એડીશનલ સેસન્સ જજ સામે ખરાબ વર્તન અને ભ્રષ્ટાચારના આક્ષેપ, યોગ્ય કાર્યવાહી કરવા બાર એસો.ની માંગ

એક તરફ કોર્ટમાં અનેક કેસો ની ફાઇલો પડેલ છે, એમા પણ કેસો વધતા જાય છે, એના નીવારણ ઝડપી આવે એ માટેની કામગીરી પણ ચાલુ છે, ત્યારે સુરેન્દ્રનગરની કોર્ટમાં છેલ્લા ૬૦ દીવસથી તમામ વકીલ હડતાલ પર ઉતરતા અસીલોની હાલત કફોડી બની ગઈ છે.  સુરેન્દ્રનગરના એડીશનલ સેસન્સ જજ સામે  વકીલો આક્ષેપ કરી હડતાલ પર બેસી  જતા આરોપીઓ અને એમના પરીવારજનો ની મુશકેલી વધી ગઈ છે હાલ અને વકીલો મંડપમાં કેરમ રમી સમય પસાર કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરની કોર્ટમાં છેલ્લા ૨ મહીનાથી વકીલો હડતાલ પર ઉતરતા અનેક અસીલો તકલીફમાં મુકાયા હતા, સુરેન્દ્રનગર એડિશનલ સેશન્સ જજ સામે તમામ વકીલો હડતાલ પર ઉતર્યા હતા બાદમા કોઇ નીવેડો ન આવતા વકીલો દ્વારા તમામ કોર્ટે કામો બંધ કર્યા હતા જેના પગલે કોર્ટેમાં રોજના અનેક કેસોના અસીલોને હેરાનગતિ ભોગવી  પડી રહી છે. અનેક કેસો ચાલવા પર હતા, મુદત પર હતા, જામીન અરજીઓ જેવા અનેક કેસોના કામો ઠપ્પ થતા અસીલો હેરાન-પરેશાન થયા હતા.

વકીલો એ જણાવ્યું હતું કે  એડીશનલ  સેસન્સ જજ સાહેબ  દ્વારા ખરાબ વલણ દાખવવામાં આવે છે, અને કામોમા પણ યોગ્ય કામગીરી ન કરાતા એમની સામે ભષ્ટાચાર ના આક્ષેપો પણ કરવામા આવ્યા હતા વકીલો દ્વારા આ મામલે ચીફ જસ્ટીસને પણ રજુઆતો કરી હતી.  જેમા યોગ્ય કાર્યવાહીની વાત કરતા સોમવારથી એડીશનલ સેસન્સ જજ ની કોર્ટે સીવાય અન્ય કોર્ટે મા કામગીરી ચાલુ રહેશે અને એડીશનલ  સેસન્સ જજ સામેનો વિરોધયથાવત રહેશે એવુ બાર એસોસિયેશનના પ્રમુખ પ્રવીણભાઈ ઝાલાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.