Abtak Media Google News

વિશ્વમાં ભારત 7માં ક્રમે : ડિજિટલ કરન્સી તરફનો લોકોનો ઝુકાવ વધ્યો

ડિજિટલ કરન્સી દિન પ્રતિદિન જે રીતે પ્રસ્થાપિત થઈ રહી છે તેને લઈ એ વાત સ્પષ્ટ છે કે હવે લોકોનો ઝુકાવ ડિજિટલ કરન્સી પ્રત્યે વધ્યો છે. યુનાઇટેડ સ્ટેટ દ્વારા જે સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી કે ભારત દેશની કુલ વસ્તીના સાત ટકા લોકો ડિજિટલ કરન્સી નો ઉપયોગ કરી રહ્યા છે. વિશ્વમાં ભારત સાતમા ક્રમ ઉપર પણ પહોંચ્યું છે. આવનારા સમયમાં લોકો માટે ડિજિટલ કરન્સી ખૂબ મહત્વ ધરાવવું છે ત્યારે હાલના તબક્કે સરકાર દ્વારા જે બંધનો મૂકવામાં આવ્યા છે છતાં પણ 7% જેટલા લોકો જો ક્રિપ્ટો તરફ વળ્યા હોય ત્યારે સરકાર દ્વારા જ્યારે છૂટ આપવામાં આવશે તો તે આંકડો ખૂબ મોટો જોવા મળશે.

ક્રિપ્ટોમા લોકોનું રોકાણ જે રીતે વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે અહીં રિસ્કની સામે વળતર ખૂબ જ વધુ છે જેને ધ્યાને લઈ સરકાર વધુને વધુ ક્રિપ્ટો તરફ આગળ વધી રહ્યા છે. સરકાર પણ ડિજિટલ કરન્સી માં નવા નિયમોને આમલી બનાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે જેથી કોઈ વધુ અતિરેક ન થાય અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે.

બીજી તરફ સરકારનો મુખ્ય લક્ષ્ય એ પણ છે કે ડિજિટલ કરન્સી પોપટ નિયંત્રણ રાખવામા આવે. જો નિયંત્રણ નહીં રખાય તો અતિરેક પણ થઈ શકે છે પરંતુ હાલની સ્થિતિને જોતા સરકાર સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી નવા નિયમો ને અમલી બનાવી રહ્યું છે. વિશ્વની ટોપ 20 સારી અર્થ વ્યવસ્થા ધરાવતા દેશો પૈકી 15 દેશો ડિજિટલ કરન્સી ઉપર વધુ મદાર રાખી રહ્યા છે ત્યારે ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સી અંગેનું બીલ પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે પરંતુ યોગ્ય નિયમો સાથે બિલને ફરી રજૂ કરાશે અને તેની અમલવારી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.