Abtak Media Google News

ખાસ કરીને આ રોગને સાઇલન્ટ કિલર કહે છે, કારણ કે એનાં કોઈ લક્ષણો ની. ચિહ્નો વગર એ શરીરમાં રહીને શરીરને અંદરી ડેમેજ કરે છે. રેગ્યુલર ચેકઅપ દ્વારા જ એનું નિદાન ઈ શકે છે. આજે જાણીએ આ રોગ સંબંધિત મેડિકલ ગાઇડલાઇન્સ શું છે

જર્નલ ઑફ હાઇપરટેન્શનમાં છપાયેલા એક સર્વે મુજબ ભારતભરમાં ઍવરેજ ૨૯.૮ ટકા લોકોને હાઇપરટેન્શનનો રોગ છે. ગામડાંઓમાં આ રોગ ૨૭.૬ ટકા લોકોમાં તો શહેરોમાં એનો વ્યાપ ૩૩.૮ ટકા લોકોમાં ફેલાયેલો છે. પરંતુ એનો ર્અ એ ની કે આટલા લોકોને ખબર છે કે તેમને આ રોગ છે. જેમને આ રોગ છે એમાંી ૨૫ ટકા ગામડાંના લોકો અને ૩૮ ટકા શહેરી લોકો આ રોગનો ઇલાજ લઈ રહ્યા છે, જેનો ર્અ એ કે બાકીના લોકોને તો ખબર જ ની કે તેમને આ રોગ છે અને તેમને એના ઇલાજની જરૂર છે. એટલે કે ગામડાંના ૭૫ ટકા અને ૬૨ ટકા શહેરી દરદીઓ પોતાના બ્લડ-પ્રેશરના રોગી અજાણ છે. જેમને હાઇપરટેન્શન છે તે દસમાંી એક ગામડાની વ્યક્તિનું અને પાંચમાંી એક શહેરની વ્યક્તિનું બ્લડ-પ્રેશર ક્ધટ્રોલમાં છે. બાકીના લોકોનું બ્લડ-પ્રેશર ક્ધટ્રોલમાં ની અને તેમના શરીરમાં આ રોગને લીધે ભરપૂર નુકસાન ઈ રહ્યું છે, જેની ઘણાને તો જાણ સુધ્ધાં ની. ૧૯૯૦ના આંકડા તપાસીએ તો ભારતમાં ૨.૩ મિલ્યન મૃત્યુ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝને કારણે યાં હતાં અને ૨૦૨૦ સુધીમાં આ આંકડો ડબલ ઈ જવાની આશંકા વ્યક્ત ઈ છે. હાઇપરટેન્શન માટે નિષ્ણાતો માને છે કે મુંબઈમાં વયસ્ક લોકોમાં ૨૦-૨૫ ટકા લોકોને હાઇપરટેન્શનનો પ્રોબ્લેમ છે. આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડે છે અને આ વર્ષની ીમ છે નો યોર નંબર્સ. તમને હાઇપરટેન્શન છે કે નહીં એ ફક્ત બ્લડ-પ્રેશર માપીને જ જાણી શકાય છે. તમારું બ્લડ-પ્રેશર કેટલું રહે છે એ સામાન્ય બાબત જાણી લેવાી મોટા હેલ્ પ્રોબ્લેમ્સને ટાળી શકાય છે. આ બાબતે આજે વિગતી સમજીએ.

રોગ અને એની અસર

એક ગ્લોબલ આંકડા અનુસાર સ્ટ્રોકને લીધે તાં મૃત્યુના ૫૭ ટકા અને કોરોનરી આર્ટરી ડિસીઝને લીધે તાં મૃત્યુના ૨૭ ટકા કેસ પાછળ હાઇપરટેન્શન જવાબદાર હોય છે. એને કારણે માણસનું અંગ ફેલ ઈ શકે છે, જેમ કે બ્લડ-પ્રેશરને કારણે મુખ્યત્વે મગજ, હૃદય, આંખ અને કિડની પર અસર ાય છે. ખાસ કરીને મગજમાં સ્ટ્રોક આવી શકે છે કે હેમરેજ વાની શક્યતા વધી જાય છે. હૃદયમાં અટેક આવી શકે છે, કિડની ફેલ ઈ શકે છે અને આંખમાં રેટિના એટલે કે આંખના પડદા પર અસર ાય છે. ખાસ કરીને રેટાઇનલ હેમરેજ વાની શક્યતા વધી જાય છે, જેની અસર વિઝન પર પડે છે. હાઇપરટેન્શનને સામાન્ય ભાષામાં સમજાવતાં દહિસરના ડોકટર કહે છે, શરીરમાં હૃદય ધબકે એટલે લોહીની નળીઓમાંી પસાર ઈને લોહીનું પરિભ્રમણ ાય છે. આ લોહી એ નળીઓ પર જે દબાણ આપે છે એ દબાણને બ્લડ-પ્રેશર કહે છે. એનાં બે રીડિંગ હોય છે. એક એ રીડિંગ, જેમાં લોહીની નળીઓ પર આવતું સૌી વધુ પ્રેશર અને બીજું સૌી ઓછું પ્રેશર બન્ને માપવામાં આવે છે. સામાન્ય રીતે ૧૨૦/૮૦નું પ્રેશર હોવું જરૂરી છે. એનાી વધે તો એ ચિંતાનું કારણ હોઈ શકે છે.

સાઇલન્ટ કિલર

જો વ્યક્તિને બ્લડ-પ્રેશર ૧૨૦/૮૦ી વધી જાય, ખાસ કરીને ૧૪૦/૯૦ને વટી જાય ત્યારે ક્યારેક એવું બને કે માું ભારે ઈ જતું હોય, ગરદનમાં દુખાવો રહેતો હોય, ચાલવામાં હાંફી જવાતું હોય. આ પ્રકારનાં ચિહ્નો કોઈ-કોઈ વ્યક્તિઓમાં જોવા મળે છે, દરેક વ્યક્તિમાં આ ચિહ્નો જોવા મળતાં ની. ચિહ્નો દેખાયા વગર તકલીફ છે એ સમજવું  અઘરું ઈ જાય છે. આ બાબતે સમજાવતાં ઝેન હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન અને કાર્ડિયો-ડાયાબિટીઝ એક્સપર્ટ ડો. અમોલ પવાર કહે છે, જ્યારે વ્યક્તિનું બ્લડ-પ્રેશર વધી જાય છે ત્યારે ભલે ચિહ્નો દેખાય નહીં, પરંતુ એ શરીરમાં અસર તો કરે જ છે. મોટા ભાગના દરદીઓ સો જે ાય છે એ પરિસ્િિત સમજીએ તો તેમના શરીરમાં બ્લડ-પ્રેશર વગર ચિહ્નોએ વર્ષોી રહે છે અને તેમને અંદરી ડેમેજ કરે છે. ઘણા દરદીઓ તો એવા છે જેમને સ્ટ્રોક આવે કે હાર્ટ-અટેક આવે પછી ધ્યાનમાં આવે છે કે તેમને હાઇપરટેન્શન છે, જે આજના સમય માટે ઘણા જ દુ:ખની વાત કહેવાય. બ્લડ-પ્રેશર વિશે લોકો જાગૃતિ લાવે અને સમજે કે આ તકલીફ વગર ચિહ્ને પણ શરીરમાં હોય એમ બનતું હોય છે એટલે ચિહ્નોની રાહ જોયા વગર રેગ્યુલર ચેકઅપ કરાવો.

પ્રકાર

હાઇપરટેન્શનના બે પ્રકાર છે – (૧) એસેન્શિયલ હાઇપરટેન્શન અને (૨) સેક્ધડરી હાઇપરટેન્શન. મહત્વની વાત એ છે કે ૯૫ ટકા કેસમાં વ્યક્તિને હાઇપરટેન્શન શું કામ યું છે એનું કારણ અજ્ઞાત જ હોય છે. બાકીના અમુક ટકા કેસમાં ખ્યાલ આવતો હોય છે કે અમુક કારણોને લીધે જ વ્યક્તિને હાઇપરટેન્શન આવ્યું છે. આ બાબતે સમજાવતાં હિન્દુજા હેલ્કેર સર્જિકલ, ખારના જનરલ ફિઝિશ્યન ડોકટર કહે છે, જેમને એસેન્શિયલ હાઇપરટેન્શન યું છે એટલે કે જેમને ઉંમર વાને લીધે કે જિનેટિક કારણોસર કે અજ્ઞાત કારણો કી હાઇપરટેન્શન યું છે તેમણે આ રોગ માટે જીવનભર દવાઓ ખાવી જરૂરી છે જેના લીધે તેમનું બ્લડ-પ્રેશર કાબૂમાં રહે. પરંતુ જો વ્યક્તિને સેક્ધડરી હાઇપરટેન્શન હોય એટલે કે એડ્રિનલિન ગ્રંનિી કોઈ તકલીફ, ાઇરોઇડ પ્રોબ્લેમ, હૃદયની ધમનીનો પ્રોબ્લેમ, પ્રેગ્નન્સી કે દવાઓના લીધે આ રોગ આવ્યો હોય તો જેને કારણે આ તકલીફ ઈ છે એને દૂર કરતાં આ બ્લડ-પ્રેશરની તકલીફને દૂર કરી શકાય છે. આમ ફક્ત એ જાણવું પૂરતું ની કે તમારું બ્લડ-પ્રેશર વધુ છે કે ઓછું, પરંતુ એ પણ જાણવું જરૂરી છે કે એની પાછળ કારણ શું છે. એ જાણીને જ તમે તમારો ઇલાજ કરાવી શકો.

ગાઇડલાઇન્સ

ડોકટર પાસેથી જાણીએ હાઇપરટેન્શન માટેની મેડિકલ ગાઇડલાઇન્સ

  1. તમારી ઉંમર ૩૫ વર્ષની હોય તો ત્યારી લઈને તમે જીવો ત્યાં સુધી દર ૬ મહિને બે વાર બ્લડ-પ્રેશર મપાવવું જરૂરી છે. આ નિયમ એ લોકો માટે છે જેમના ઘરમાં કોઈને આ રોગ ની અને તેમને પણ હજી સુધી હાઈ બ્લડ-પ્રેશર આવ્યું ની.
  2. જેમના ઘરમાં વડીલોને કે કોઈ બીજાને હાઈ બ્લડ-પ્રેશર છે તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. રેગ્યુલર ચેકઅપ તેમના માટે ૩૦ વર્ષની ઉંમરી જ શરૂ ઈ જાય છે. તેમને આ રોગ ભવિષ્યમાં આવવાની ઘણી મોટી સંભાવના છે એમ માનીને ચાલવું અને ખૂબ જ સતર્ક રહેવું.
  3. આ લોકોએ કે સામાન્ય લોકોએ પણ ઓબેસિટીી બચવું. શારીરિક હેલ્ની સો-સો માનસિક હેલ્નું પણ ધ્યાન રાખવું, કારણ કે સ્ટ્રેસ પણ હાઇપરટેન્શનને ટ્રિગર કરી શકે છે. એટલે રેગ્યુલર એક કલાકની શારીરિક એક્સરસાઇઝ સો પ્રાણાયામ અને ધ્યાનને પણ મહત્વ આપવું જરૂરી છે.
  4. એક વખત રીડિંગ વધારે આવ્યું તો તાત્કાલિક તમને હાઇપરટેન્શન છે જ એવા નિદાન પર આવી જવું નહીં. ઘણી વાર કોઈ જુદાં-જુદાં કારણોસર એકદમ જ બ્લડ-પ્રેશર વધી જતું હોય એમ બને. જુદા-જુદા સમયે કરેલાં ૩ રીડિંગને ધ્યાનમાં લેવાં. ગાઇડલાઇન્સ મુજબ જો ત્રણેય વખત બ્લડ-પ્રેશર વધુ આવે તો મેડિકલ સાયન્સ માને છે કે આ વ્યક્તિને હાઈ બ્લડ-પ્રેશર છે.
  5. એક વખત હાઈ બ્લડ-પ્રેશરનું નિદાન આવ્યું પછી એ જાણો કે તમારા રોગ પાછળ જવાબદાર કારણ શું હોઈ શકે છે. બને કે એ સેક્ધડરી હાઇપરટેન્શન હોય અને એ દૂર ઈ શકે એમ હોય.
  6. જો તમને એસેન્શિયલ હાઇપરટેન્શન છે તો તમારી લાઇફ-સ્ટાઇલમાં સુધારો કરો. યોગ્ય ડાયટ, એક્સરસાઇઝ અને રેગ્યુલર દવા દ્વારા પ્રેશરને ક્ધટ્રોલમાં રાખો. રેગ્યુલર દર બે મહિને ડોક્ટરની મુલાકાત લો અને તેમના સૂચન મુજબ જરૂરી ટેસ્ટ કરાવતા રહો, કારણ કે આ રોગમાં એ સતત જાણતા રહેવું જરૂરી છે કે બ્લડ-પ્રેશરને લીધે કોઈ અંગમાં અસર ઈ છે કે નહીં. જો દરરોજ દવા લેશો, ટેસ્ટ કરાવતા રહેશો તો મોટા રોગોી બચવામાં ઘણી મદદ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.