Abtak Media Google News

વલસાડ, વાપી અને માંગરોળમાં ૬ ઈંચ, ખેરગામમાં સાડા પાંચ, વસો, વીરપુરમાં સાડા ચાર, આણંદ, ઉમરપાડા, ગણદેવી, નડીયાદ, ચિખલી, બોરસદ, કપરવાડામાં ૪ ઈંચ વરસાદ: સવારી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ

અપરએર સાયકલોનિક સકર્યુલેશનની અસર તળે છેલ્લા ત્રણ દિવસી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છની સરખામણીએ મેઘરાજા દક્ષિણ, ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાત પર વિશેષ હેત વરસાવી રહ્યાં છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગત મધરાત્રે ફરી મેઘો મંડાતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી. વલસાડના ઉમરગામમાં અનરાધાર ૮ ઈંચ વરસાદ વરસી જતા જનજીવન પર વ્યાપક અસર પડી હતી. આજે સવારી દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે સવારે ૮ કલાકે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૮ જિલ્લાના ૧૫૯ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત પર મેઘરાજાએ વિશેષ હેત દાખવ્યું છે.

દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૧૮૬ મીમી, વલસાડ શહેરમાં ૧૫૯ મીમી, વાપીમાં ૧૫૬ મીમી, સુરતના માંગરોળમાં ૧૪૪ મીમી, નવસારીના ખેર ગામમાં ૧૩૨ મીમી, સુરતના ઉમરપાડામાં ૧૦૧ મીમી, નવસારીના ગણદેવીમાં ૧૦૦ મીમી, ચિખલીમાં ૯૫ મીમી, કપરાડામાં ૮૮ મીમી, ડાંગના વઘાઈમાં ૮૪ મીમી, તાપીના વ્યારામાં ૮૩ મીમી, ડોલવાણમાં ૭૬ મીમી, નવસારીમાં ૭૩ મીમી,નેત્રાંગમાં ૬૪ મીમી, મહુવામાં ૬૨ મીમી, જલાલપોરમાં ૬૨ મીમી, સોનગઢમાં ૬૬ મીમી, ઉચ્છલમાં ૫૬ મીમી, માંડવીમાં ૫૬ મીમી, ધરમપુરમાં ૫૬ મીમી, વાલોદમાં ૫૩ મીમી, ભરૂચના વડીયામાં ૫૨ મીમી, સુરતના કામરેજમાં ૫૦ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એવરેજ ૧૧૮ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ૧૪.૧૮ ટકા વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાત સો બુધવારે મેઘરાજાએ પૂર્વ મધ્ય ગુજરાત પર પણ અનરાધાર હેત વરસાવ્યું હતું. અમદાવાદ જિલ્લામાં હળવા ઝાપટાી લઈ અડધો ઈંચ, ખેડામાં જિલ્લામાં ૧ ઈંચી લઈ ૫ ઈંચ, આણંદ જિલ્લામાં ૧ ઈંચી લઈ ૪ ઈંચ, વડોદરામાં ઝાપટાી લઈ ૨ ઈંચ, છોટા ઉદેપુરમાં ૨ ઈંચ સુધી, પંચમહાલમાં સવા થી અઢી ઈંચ સુધી, મહિસાગરમાં અડધાી પાંચ ઈંચ સુધી, દાહોદમાં અડધાી ૩ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.

મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકામાં ૫ ઈંચ, મહિસાગરના વિરપુરમાં સાડા ચાર ઈંચ, ખેડાના નડીયાદમાં ૪ ઈંચ, આણંદના બોરસદમાં ૪ ઈંચ, ખેડાના ગલકેશ્ર્વરમાં ૩ ઈંચ, દાહોદના સિંગવડમાં ૩, આણંદના ઉમરેઠ અને સોજીત્રામાં ૩ ઈંચ વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં હળવા ઝાપટાી લઈ ૨ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જયારે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ માત્ર અમીછાંટણા જ કર્યા હતા. દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાતની સરખામણીએ સૌરાષ્ટ્ર પર હેત વરસાવવામાં મેઘરાજા કંજુસાઈ રાખી રહ્યાં છે. કચ્છની હાલત વધુ કફોડી બની છે. કચ્છ રીજીયનમાં અત્યાર સુધીમાં માત્ર ૧ ટકો જ વરસાદ પડયો છે. અંજાર અને નખત્રાણાને બાદ કરતા કચ્છના ૧૦ જિલ્લા પૈકી ૮ જિલ્લામાં હજુ મેઘરાજાની પાવનકારી પધરામણી પણ ઈ ની.

સૌરાષ્ટ્ર પર હેત વરસાવવામાં મેઘાની કંજૂસાઈ: કચ્છના ૮ તાલુકા બોણીની રાહમાં

માંગરોળ, ઉના, વલ્લભીપુર, તાલાલા, ભેંસાણ, માળીયા, કેશોદ સહિતના તાલુકાઓમાં હળવા ઝાપટાી લઈ પોણો ઈંચ સુધી વરસાદ

ઉત્તર, દક્ષિણ અને મધ્યપૂર્વ ગુજરાતની સરખામણીએ સૌરાષ્ટ્ર-કચ્છ પર હેત વરસાવવામાં મેઘરાજા કંજૂસાઈ દાખવી રહ્યાં છે. ગઈકાલે સૌરાષ્ટ્રના બે ચાર જિલ્લાઓમાં હળવાી મધ્યમ ઝાપટા પડયા હતા. કચ્છના ૧૦ પૈકી ૮ તાલુકા હજુ અમી છાંટણાની રાહ જોઈ રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૮ જિલ્લામાં ૧૫૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું ચોક્કસ નોંધાયું છે પરંતુ તેમાં સૌરાષ્ટ્રમાં એક પણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો ની. મેંદરડા, ઉના, વલ્લભીપુર, તાલાલા, ભેંસાણ, માળીયા, કેશોદ, બરવાળા, ગઢડા, જામકંડોરણા, વિંછીયા, કોડીનાર, લાઠી, ઘોઘા, ઉમરાળા અને જેસરમાં હળવા ઝાપટાી લઈ પોણો ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દેશભરમાં ચોમાસુ સક્રિય યું છે છતાં કચ્છ રીજીયનના ૧૦ પૈકી ૮ તાલુકામાં હજુ વરસાદનો એક છાંટો પણ પડયો ની. અંજારમાં માત્ર ૨૯ મીમી અને નખત્રાણામાં ૧૦ મીમી વરસાદ વરસ્યો છે. કચ્છમાં અત્યાર સુધીમાં મોસમનો ૧ ટકો જયારે સૌરાષ્ટ્રમાં ૭.૭૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.