Abtak Media Google News

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કરેણી ગામે રાત્રીના યેલી ૩,૦૦૮૦૦ની ચોરીના ફરાર ૩ આરોપીઓને જૂનાગઢ એલસીબીએ અગતરાય ચોકડી પાસેથી ઝડપી લીધા હતા. ચોરો ખેતરના ગોડાઉનમાંથી જીરૂ અને ચણાની ગુણીઓ પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. જેને એલસીબીએ સકંજામાં લઈ લીધા છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ એસપી નિલેશ જાજડીયાના માર્ગદર્શનમાં જૂનાગઢ એલસીબીના આર.કે.ગોહિલ, એસ.એ.બેલીમ, વિજયભાઈ એચ.વી.પરમાર, બી.કે.સોનારા, સાહિલ સમા વગેરે કેશોદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.  આ દરમિયાન કેશોદ તાલુકાના કરેણી ગામે ખેતરના ગોડાઉનમાં રૂ.૩,૦૦,૮૦૦ના જીરૂ અને ચણાની ગુણીઓની ચોરી કરનાર ૩ શખ્સો અગતરાય ચોકડી પાસે ઉભા હોવાની બાતમી મળી હતી. આથી હકીકત વાળી જગ્યાએથી એલસીબીએ અમીત રાજકોટીયા, શૈલેષ અઘેરા, તેમજ ભરત ઉર્ફે ગણેશ ભુવાને પકડી પાડયા હતા. જો કે, ૩ શખ્સોની પુછપરછ કરતા કરેણી ગામની સીમમાં ચોરી કરવાની કબુલાત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.