Abtak Media Google News

વાંકાનેરના જેતપરડા ગામે મિત્રના ભાઈના લગ્ન પ્રસંગે દારૂઢીચીને આવેલા થાનના મોરથરાના કુખ્યાત શખશે વગર વાંકે યુવાન પર છરી હમલો કરી ઝપાઝપી દરિમયાન તેની પાસે રહેલી ગેરકાયદે પિસ્તોલ પડી જતા તે ફરાર થઇ ગયો હતો,  બાદમાં વાંકાનેર પોલીસે આ શખશને બંદૂક સાથે દબોચી લીધો હતો

Advertisement

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર થાનના મોરથરા ગામે રહેતો નવઘણ વેરશી દેગામાં નામનો શખ્શ વાંકાનેર ના જેતપરડા ગામે રહેતા તેના મિત્રના ભાઇના લગ્ન પ્રસંગ હાજરી આપવા આવ્યો હતો. આ શખશ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેને નશાની હાલતમાં લખાણ ઝળકાવ્યા હતા. અને વગર વાંકે બાબુ કરશન માલકીયા પર છરીથી હુમલો કર્યો હતો એ દરમ્યાન’ માથાકુટ થતા ઝપાઝપી થઈ હતી.

આ ઝપાઝપી દરમિયાન નવઘણ દેગામાં પાસે રહેલા ૩૨ બોરની ૩ જીવતા કારતુસ ભરેલી પિસતોલ પડી ગઇ હતી.’ બાદમાં આ શખશ નાસી છૂટયો હતો આ બનાવની જાણ થતા વાંકાનેર પોલીસે ગેરકાયદે બંદૂકને કબ્જે કરી આરોપી વિરુદ્ધ આર્મસ એકટ હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો પોલીસની તપાસ માં આશખશે મારામારી ઉપરંત ૮ જેટલા ગંભીર ગુના આચર્યા હોવાનુ ખુલ્યુ હતુ પોલીસે આ હથિયાર કયાંથી મળ્યું અને ક્યાં ક્યા ઉપયોગ કર્યા તે અંગેની વિગતો બહાર લાવવા રિમાન્ડની તજવીજ હાથ ઘરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.