Abtak Media Google News

છેલ્લા ૨૦ વર્ષમાં સૌરમંડળની આસપાસ ૨ હજારથી પણ વધુ ગ્રહો મળી આવ્યા

ખગોળ વિજ્ઞાનીઓએ હબ્બલ અને કેપલર અંતરીક્ષ દૂરબીનની મદદથી આપણા સૌરમંડળની બહાર એક ચંદ્ર હોવાના પુરાવા શોધી કાઢયા છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, આ ચંદ્ર ૮૦૦૦ પ્રકાશ વર્ષ દુર એક વાયુકીય ગ્રહની ફરતે પરીક્રમણ કરે છે. આ નવો ચાંદ પોતાના આકારને કારણે અત્યંત વિચિત્ર છે.

અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે આ પ્રકારનો વિશાળ ચંદ્રમામા આપણા પોતાના સૌરમંડળમાં નથી પરંતુ આવા ૨૦૦ પ્રાકૃતિક ઉપગ્રહોને સુચીબઘ્ધ કરવામાં આવ્યા છે. કોલંબિયા વિશ્ર્વ વિદ્યાલયના ખગોળ વિજ્ઞાનના સહાયક પ્રોફેસર ડેવિડ કિપિંગે કહ્યું છે કે, સૌરમંડળની બહાર ચાંદ હોવાના પુરાવા મળ્યા હોય તેવો આ પ્રથમ મામલો છે.

સૌર મંડળનો સૌથી મોટો ચંદ્ર ગિનીમેડ છે જે ગુરુ ગ્રહની પરીક્રમા કરે છે. તેનો વ્યાસ આશરે ૫૨૬૦ કિમી છે. આ બાહ્ય ચંદ્રનો બહારનો વ્યાસ આશરે ૪૯ હજાર કિમી છે. આ ચંદ્ર અને તેનું મૂળ કેપલર ૧૬૨૫ની પરીક્રમા કરે છે. કેપલર ૧૬૨૫ તાપમાનમાં સુર્ય જેવો જ એક તારો છે પરંતુ આકારમાં તે આશરે ૭૦ ટકા વધુ મોટો છે. આ ચંદ્ર પોતાના ગ્રહથી આશરે ૩૦ લાખ કિમીની દુરી પર પરીક્રમા કરે છે. આનું દ્રવ્યમાન મુળ ગ્રહથી આશરે ૧.૫ ટકાની બરાબર છે.

મહત્વનું છે કે છેલ્લા ૨૦ વર્ષ કે તેની આસપાસના સમયમાં આપણા સૌરમંડળની બહાર ૨ હજારથી વધુ ગ્રહો મળી આવ્યા છે અને તેમની ઓળખ પણ થઈ છે. આમાનો મોટાભાગના ગ્રહોના કદ વિશાળ છે. આવા ગ્રહોને ઓબ્ઝર્વ કરવા માટેની સૌથી સામાન્ય પઘ્ધતિ ટ્રાન્ઝિટ મેથડ કહેવાય છે.

ચંદ્ર શોધવાની આશામાં વિજ્ઞાનીઓને હબલ ટેલિસ્કોપ સાથે વધુ વિસ્તૃત નિરીક્ષણ માટેની વિનંતી કરી હતી. ગત ઓકટોબરમાં તેમણે હબલથી તેના તારાની ફરતે બાહ્ય ગ્રહનો ચોથો ટ્રાન્ઝિટ રૂટ શોધી કાઢયો હતો અને તેના તારણોને સમર્થન આપ્યું હતું.

કોલંબિયામાં એસ્ટ્રોનોમીમાં એનએસએફ ગ્રેજયુએટ ફેલો લેખક ટીચીએ જણાવ્યું હતું કે, લાઈટ કર્વ જોઈને મને આઘાત લાગ્યો હતો. મારું હૃદય થોડુક ઝડપથી ઘડકવા લાગ્યું હતું અને માત્ર એકીપ્સે તેને જોઈ રહ્યો હતો પરંતુ અમે જાણતા હતા કે અમારું કામ દરેક સ્તરે સંતોષ થાય ત્યાં સુધી ચકાસણી કરવાનું અને જયાં સુધી અમારી પાસે ખુલાસાનો અન્ય કોઈ વિકલ્પ ન હોય ત્યાં સુધી માહિતી એકત્ર કરવાનું હતું. હબલ ડેટામાં કેદ થયેલો ચંદ્ર એકલો ચમકતો દેખાતો હતો અને ચાતક નજરે તેને જોઈ રહ્યા હતા. ગેસીય ગ્રહની આસપાસ પરીક્રમા કરતો આ નવો મોટો ચંદ્ર એ સૌરમંડળની બહાર પણ દુનિયા હોવાનું પુરવાર કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.