Abtak Media Google News

સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

Advertisement

 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે બહોળી સંખ્યામાં મહાનુભાવો, સંસ્થાના સભ્યો, નાગરિકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા

જામનગર જિલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લાલપુર રૂપાવટી નદીના કાંઠે આવેલ મેદાનમાં કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર  બી..શાહના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું.દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ કલેકટર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.પોલીસ ઇન્સપેક્ટર કે.આર.વાઘેલાની આગેવાની હેઠળ યોજાયેલ પરેડમાં જામનગર જિલ્લા પોલીસ,હોમગાર્ડ,એન.સી.સી.સહિતની ટુકડીઓ સહભાગી થઈ હતી અને તિરંગાને સલામી આપી હતી.

 કલેક્ટર બી.. શાહે સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે એક વર્ષ દરમિયાન જામનગર જિલ્લામાં પૂર્ણ થયેલ, નવા શરૂ કરાયેલ તથા આગામી મહિનામાં શરૂ કરવામાં આવનાર કામો મળી કુલ રૂ.2090કરોડની રકમના 443 કામો હાથ ધરવામાં આવ્યા છે. બાગાયત વિભાગ દ્વારા રૂ.2.5 કરોડની રકમના 6 કામો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લા 6 મહિનામાં 4995 લાભાર્થીઓને રૂ.13.32 કરોડની સહાય, પૂરક પોષણ યોજના અંતર્ગત 5346 લાભાર્થીઓને લાભો પ્રદાન કરવામાં આવ્યા છે.મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 5973 લાભાર્થીઓને લાભો પ્રદાન કરાયા છે. કૃષિ યાંત્રિકરણ યોજના હેઠળ 480 લાભાર્થીઓને કુલ રૂ.2 કરોડની રકમના લાભો, ટ્રેક્ટર સહાય યોજના હેઠળ 1200થી વધુ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી છે.ગંગા સ્વરૂપા યોજના હેઠળ રૂ.21 કરોડની સહાય લાભાર્થીઓને આપવામાં આવી છે.સરકારના સતત પ્રયાસોથી જામનગર જિલ્લો વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા  77  માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા તથા મેરી માટી મેરા દેશ થીમ  આધારિત  શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પટેલ કોલોની મોમાઈ ગરબી મંડળ ગ્રાઉન્ડ ખાતે શહેર મેયર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને ગુજરાત યોગ બોર્ડના ટ્રેનરોનું સન્માન સહિતના કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં  મેયર બીનાબેન કોઠારીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,  15 મી ઓગસ્ટનો દિવસ આપણા સૌ માટે સ્વાતંત્ર દિન ની ઉજવણી મહત્વપૂર્ણ બની રહી છે સાથોસાથ આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું પણ વર્ષે આયોજન હાથ ધરવામાં આવ્યું છે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પાછળ દેશના ઇતિહાસમાં અનેક શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે આવનારી પેઢીને મહામૂલી આઝાદીનું ગૌરવ મહત્વપૂર્ણ રીતે સમજાવવું પડશે આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહીદ થયેલા વીર ભગતસિંહજી સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ રાણી લક્ષ્મીબાઈ સહિતના વીર શહીદોની સહાદતને હું સલામ કરું છું.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડીનેટર તેમજ શ્રેષ્ઠ ટ્રેનરોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર ઝોન કોઓર્ડીનેટર  પ્રીતિબેન શુક્લજામનગર જિલ્લા કોઓર્ડીનેટર  હર્ષિતાબેન મહેતા , જામનગર મહાનગરપાલિકાના યોગ પ્રમોટર રાજે બેન પટેલ , યોગકોચ નીરજ શુક્લા ,તેજલ વડનગરયોગ ટ્રેનર વિશાખાબેન શુક્લા, પુષ્પાબેન આહીર, નીતાબેન ડાંગરિયા , અંજુબેન દુલાણી નું સ્વાતંત્ર પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સન્માન પત્ર અને સાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય  દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય  રીવાબા જાડેજાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કમિશનર  ડી. એન. મોદી, મનપાના કર્મચારીઓ બહોળા પ્રમાણમાં નગરજનો 5સ્થિત રહ્યા હતા.

 

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા દેશભક્તિના ગીત કાર્યક્રમ સાંસદમેયર સહિતના મહાનુભાવો ગરબે ઘૂમ્યાં

 

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ની પૂર્વ સંધ્યાએ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં દેશભક્તિના ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ નગર ના મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો, કોર્પોરેટર વગેરે દેશભક્તિ ના ગીતો ના રંગે રંગાયા હતા, સાથો સાથ ગરબે પણ ઘુમ્યા હતા. જામનગર શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની વિશેષ રૂપે ઉજવણી થઈ રહી છે, અને તિરંગા યાત્રા, વૃક્ષા રોપણ, મેરા દેશ મેરી મિટ્ટી સહિતના વિવિધ કાર્યક્રમમાં યોજાયા હતા, જેની સાથે સાથે જામનગર મહાનગરપાલિકા દ્વારા પટેલ કોલોની વિસ્તારમાં મોમાઈ ગરબી મંડળ ના ગ્રાઉન્ડમાં દેશભક્તિ ના ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, નગરના મેયર બીનાબેન કોઠારી , તેમજ અન્ય કોર્પોરેટરો, જામનગર શહેર ભાજપના હોદ્દેદારો, જામનગર મહાનગરપાલિકાના અધિકારીકર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

 

જિલ્લા જેલમાં બલુચિસ્તાનના બે કેદીઓએ ભારતના દેશભક્તિના ગીતો ગાયા

 

જામનગરની જિલ્લા જેલમાં આજે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને ધ્વજ વંદન સહિતના કાર્યક્રમમાં રાખવામાં આવ્યા હતા.

 ત્યારબાદ જામનગરની જિલ્લા જેલમાં રહેલા બલુચિસ્તાનના બે કેદીઓ કે જેઓ દ્વારા ભારતના દેશભક્તિનો ગીતો ગાવામાં આવ્યા હતા, તેઓએ મેરા કર્મા તુ મેરા ધર્મા તુ  દેશભક્તિનું ગીત ગાયું ત્યારે  સમગ્ર જેલ અધિકારી અને જેલ સ્ટાફ તેમજ અન્ય કેદી ભાઈઓ મંત્રમુગ્ધ કરી દીફહા હત હતા, અને જેલમાં ભારત માતાકી જય ના નારા ગુંજી ઉઠ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.