Abtak Media Google News

એક વર્ષમાં માત્ર પાંચ નવી શાળા શરૂ થઇ આર.ટી.આઇ.માં જાહેર થઇ માહિતી

રાજકોટ જીલ્લામાં ૯૧૦ ખાનગી શાળાની સામે સરકારી શાળા માત્ર ૪૩ જ છે. તેમજ સરકારી સ્કૂલો એક વર્ષમાં માત્ર પાંચ જ નવી શાળા શરૂ કરવામાં આવી છે. ગોંડલના આટીઆઇ  એકિટવિસ્ટે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી ખાનગી તેમજ સરકારી શાળા અંગે માંગેલી માહિતીમાં આ વિગતો બહાર આવી છે.ગોંડલ ના આરટીઆઇ એક્ટિવિસ્ટ કુલદીપસિંહ જનકસિંહ જાડેજા(કાલમેઘડા) એ  રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ને વિવિધ મુદા મા માહિતી માંગવામાં આવેલ. જેમાં ખુલાસો કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા મા ૯૧૦ ખાનગી સ્કૂલો આવેલ છે જ્યારે સરકારી સ્કૂલો માત્ર ૪૩ આવેલ છે. આ બાબત દ્વારા ચોક્કસ અંદાજ લગાવી શકાય કે સરકાર ખાનગી સ્કૂલો ને કેટલું પ્રોત્સાહન આપે છે જ્યારે સરકારી સ્કૂલો એક વર્ષ મા માત્ર પાંચ નવી શરૂ કરવામાં આવી છે. અન્ય માહિતી મા જણાવ્યું કે કોઈ પણ સ્કૂલ વિધાર્થીઓ ના શાળા પ્રવેશ માટે વિધાર્થી કે વાલીઓ ના મૌખિક કે લેખિત ઇન્ટરવ્યુ લઈ શકશે નહીં તેમજ કોઈ પણ પ્રકાર નું ડોનેશન કે વિકાસ ફી માંગી શકશે નહીં. આમ ઉપરોક્ત  માહિતી દ્વારા વાલીઓ તેમજ વિધાર્થીઓ ને ઘણો જ ફાયદો થશે અને ખાનગી સ્કૂલો દ્વારા થતી ઉઘાડી લૂંટ રોકવામાં સફળતા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.