Abtak Media Google News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ગુજરાત રાજયનું પરિણામ ૬૦.૬૪ ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લાનુય પરિણામ ૬૪.૦૮ ટકા આવ્યું છે. ત્યારે રાજકોટની જાણીતી સ્કુલ પતંજલી સ્કુલનું પરિણામ ૯૫ ટકા રહ્યું છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન પતંજલી સ્કુલના સંચાલક વિનોદભાઈ કાછડીયાએ જણાવ્યું હતુ કે ઓવરઓલ ધો.૧૦નું પરિણામ ઘણુ ઓછું આવ્યું છે. પરંતુ અમારી સ્કુલનું પરિણામ ૯૫ ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. એસએસસીએ વિદ્યાર્થીઓ માટે પ્રથમ પગથીયું હોય છે. તેથી પોતાના પરિણામ માટે વધુ ઉત્સુકત હોય છે.
અમારી શાળા દ્વારા વિદ્યાર્થીઓને ધો.૧૦ની શરૂઆતથી જ તૈયારી કરાવવામાં આવી હતી જેથી સારૂ પરિણામ મેળવી શકયા.

Vlcsnap 2020 06 09 13H25M21S239
અબતક સાથેની વાતચીત દરમિયાન પંતજલી સ્કૂલના વિદ્યાર્થી હર્ષિત બડેલીયાએ જણાવ્યું હતુ કે મને ધો૧૦માં ૯૯.૪૪ પીઆર આવ્યા છે. મેં શરૂઆતથી જ ખૂબજ મહેનત કરી હતી,. તેનું આજ સુંદર પરિણામ આવ્યું છે સ્કુલના શિક્ષકો, પ્રિન્સીપાલનો ખૂબ જ સહકાર મળ્યો હતો. નાની મોટી સમસ્યામાં મને ખૂબજ સપોર્ટ કરેલ. મારી મહેનતનું યોગ્ય પરિણામ આવતા માતા પિતા ખૂબજ ખુશ છે. હવે મારે સાયન્સ લઈ એ ગ્રુપ લેવું છે અને કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં આગળ વધવું છે. લોકડાઉનમાં અમારી સ્કુલ દ્વારા ઓનલાઈન સ્ટડી ચાલુ જ હતી અને ઓનલાઈન સ્ટડીથી ઘણો ફાયદો છે. કારણ કે તમે ફરીથી તે વિડીયોમાંથી રીવીઝન કરી શકીએ.

Vlcsnap 2020 06 09 13H25M32S901
અબતક સાથેની વાતચીત દરમિયાન પતંજલી સ્કુલની વિદ્યાર્થીની ક્રિશ્ર્ના ગીણોયાએ જણાવ્યું હતુ કે આજ અમા‚ ધો.૧૦નું રીઝલ્ટ આવ્યું ધાર્યા કરતા ખૂબજ સારૂ રિઝલ્ટ આવ્યું છે. મને ૯૮.૫૪ પીઆર આવ્યા છે. મારી મહેનત પાછળ મારા શિક્ષકો અને માતા પિતાનો ખૂબજ સપોર્ટ રહ્યો છે. મે વર્ષની શરૂઆતથી જ દરરોજના ૭ કલાકથી વધૂ મહેનત કરતી જેથી સાથે પરિણામ હું મેળવી શકી હવે આગળ સાયન્સ લઈ બી. ગ્રુપ લઈ ડોકટર બનવું છે. આગળ હવે એજયુકેશનમાં ઓનલાઈનનું મહત્વ વધી રહ્યું છે. અને ઓનલાઈનને કારણે રીવીઝન કરવું સરળ રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.