Abtak Media Google News

હોળી-ધૂળેટીના તહેવારોમાં દારૂની રેલમ છેલ થાય તે પૂર્વ પોલીસે ધોંસ બોલાવી

આઇસર ટ્રક અને દારૂ મળી રૂ.૯.૮૯ લાખનો મુદામાલ કબ્જે રિધ્ધી સિધ્ધીનો બૂટલેગર ૨૭૬ બોટલ દારૂ સાથે ઝડપાયો

રાજયમાં દારૂના ધંધાર્થીઓ પર ઘોસ બોતાવી કડક કાર્યવાહી કરવાનો રાજયના પોલીસવડા શિવાનંદ ઝાલાએ કરેલી તાકિદના પગલે શહેરના દેશી-વિદેશી દારૂના ધંધાર્થીયો પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હોળી-ધૂળેટીના તહેવાર નિમિતે વિદેશી દારૂની માગ વધતી હોવાથી બુટલેગરો વિદેશી દારૂનો સ્ટોક એકઠો કરવામાં વ્યસ્ત બનતા સમયસર અતંક બનેલી શહેર પોલીસે મોરબી રોડ પરના રતનપર પાસે દરોડો પાડી રૂા.૨.૮૪ લાખની કિંમતની ૯૮૪ વિદેશી દારૂની બોટલ સાથે પપ્રાંતિય શખ્સને ઝડપી લીધો છે ત્યારે સામાકાઠા વિસ્તારના દૂધની ડેરી નજીક આવેલ રિધ્ધી સિધ્ધી સોસાયટીના બુટલેટરોને રૂા.૧.૨૦ લાખની કિમતનો ૨૭૬ બોટલ દારૂ સાથે ધરપકડ કરી છે.

Advertisement

5 Bannafa For Site 1 2

મૂળ બિહારના નાલંદા જીલ્લાના મોહિની ગામના વતની અને છેલ્લા કેટલાક સમયથી ગાંધીધામની કાર્ગો ઝુપડપટ્ટીમાં સ્થાપી થયેલા નંદન દિલીપ પાસવાન નામના શખ્સને રૂા.૨.૮૪ લાખની કિંમતની ૯૮૪ બોટલ દારૂ સાથે મોરબી રોડ પરના રતનપર મંદિર પાસેથી બાતમીના આધારે એસ.ઓ.જી અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સંયુકત દરોડો પાડી રૂા.૭ લાખનો આઇસર ટ્રક કબ્જે કર્યો છે.

રાજકોટના બુટલેગરો દ્વારા મંગાવેલા વિદેશી દારૂનો જથ્થો એમએચ૦૪ જીઆર૭૩૮૨ નંબરના ટૂંકમાં મોરબી તરફથી વિદેશી દારૂ ભરીને આવતો હોવાની બાતમીના આધારે કાઇમ બ્રાન્સ એસપી જયદિપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પીઆઇ આર.વાય.રાવલ પીએસઆઇ એ.એસ.સોનારા, હેડ કોન્સ સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર અને હરદેવસિંહ રાણા સહિતના સ્ટાફે મોરબી રોડ પર આવેલ રતનપર મંદિર નજીક વોચ ગોઠવી હતી.

પોલીસની વોચ દરમિયાન એમએચ૦૪ જીઆર ૭૩૮૨ નંબરના આઇસર ટ્રકને અટકાવી તે તલાશી લેતા રૂા.૧,૭૨,૮૦૦ની કિંમતની બ્લુમૂન ડ્રાય જીનવી ૫૭૬ બોટલ અને રૂા.૧,૧૧,૬૦૦ની કિંમતની ૩૭૨ પાર્ટી સ્પેશિયલ વીસ્કીની બોટલ મળી આવતા ટ્રક ચાલક નંદન દીલીપ પાખવાનની ધરપકડ કરી છે. તેની પૂછપરછ દરમિયાન તે મુળ બિહારનો નાલંદા જીલ્લાના મોહિની ગામનો વતની હોવાનું અને હાલ ગાંધીધામની કાર્ગો ઝુપડપટ્ટીમાં રહેતો હોવાની કબુલાત આપી છે. ટ્રક  ચાલક નંદન પાઅવાન વિદેશી દારૂ કયાથી લાવ્યો અને તેની ડિલેવરી કોને કરવા જઇ રહ્યો હતો તેની પૂછપરછ માટે પોલીસે ડિમાન્ડ પર લેવા તજવીવ હાથધરી છે.

જ્યારે શહેરના સામાકાઠા વિસ્તારમાં આવેલી દૂધની ડેરી નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નજીક રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતા ઘનુભા અજીતસિંહ જાડેજા નામનો શખ્સ વિદેશી દારૂ વેચાણ કરતો હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ.હળીયા, પીએસઆઇ, પી.ડી. જાદવ અને ડોન્સ, સહદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.૧.૨૦ લાખની કિંમતની ૨૭૬ બોટલ દારૂ સાથે ઘનુભા જાડેજાની ધરપકડ કરી તેની પાસેથી રૂા.૫ લાખનો ટાટા શૂમો કબ્જે કર્યો છે. વિદેશી દારૂ કયાંથી આવ્યો અને કોને આપવા જઇ રહ્યો હતો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવતા રાજસ્થાની શખ્સની ધરપકડ

રાજયના મોટા બૂટલેગરોને વિદેશી દારૂનો જંગી જથ્થો સપ્લાય કરવાના ગુનામાં સંડોવાયેલા સોનુ મારવાડીની ક્રાઈમ બ્રાંચે ઉદયપુરથી કરી ધરપકડ

Img 20200306 Wa0008

સમગ્ર રાજયમાં વિદેશી દારૂ ઘુસાડી રાજસ્થાનમાં બેઠા ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવતા ઉદયપુરના સોનું મારવાડીને ઝડપી લેવામાં ક્રાઈમ બ્રાંચને મહત્વની સફળતા મળી છે. સોનું મારવાડી સામે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગોંડલ, શ્યામલાજી, પડધરી સહિત અનેક સ્થળે ગુના નોંધાયા છે.

રાજસ્થાનના ઉદયપુર નજીક આવેલા તારાવટ ગામના વતની સોહનપુરી ઉર્ફે સોનુ મારવાડી લાલપરી ગોસ્વામીને ક્રાઈમ બ્રાંચનો એસીપી જયદિપસિંહ સરવૈયા, પીઆઈ એચ.એમ.ગઢવી, પીએસઆઈ પી.એમ.ધાખડા, હેડ કોન્સ. અમિતભાઈ અગ્રાવત, યુવરાજસિંહ ઝાલા અને પ્રદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રાજસ્થાનથી ધરપકડ કરી છે.

સોહનપુરી ઉર્ફે સોનુ મારવાડીની અગાઉ વડોદરા, પારડી, અમદાવાદમાં વિદેશી દારૂ પહોંચતો કરવાના ગુનામાં સંડોવણી ખુલતા તેની ધરપકડ કરી પાસા હવાલે જેલમાં ધકેલાયો હતો. જેલમાંથી છુટી ફરી વિદેશી દારૂનો ગુજરાતમાં સપ્લાય કરવાનો કારોબાર શરૂ કરી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાંચ, ગોંડલ સીટી અને શ્યામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડેલ વિદેશી દારૂના ગુનામાં સંડોવણી ખુલ્લી હતી. આ ઉપરાંત રાજકોટમાં ૨૦૧૮માં ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ કરી ખુનની કોશિશ કર્યાનો ગુનો નોંધાયો હતો.

નામચીન બુટલેગર હર્ષદ મહાજન દારૂ પકડાતા પોલીસને બાતમીદારને અપહરણ કરી છરીથી હુમલો કર્યાના ગુનામાં પણ લાંબા સમયથી પોલીસ સોનું મારવાડીની શોધખોળ કરતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.