Abtak Media Google News

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારી ચિંતન બેઠકમાં રોડ મેપ તૈયાર કરાશે

 આગામી ૨૪ અને ૨૫ જુનના રોજ એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ભુપેન્દ્રજી યાદવ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભાજપાની ચિંતન બેઠક યોજાશે. ભાજપાની પરંપરા પ્રમાણે સમયે સમયે આ પ્રકારની ચિંતન બેઠકો યોજાતી હોય છે.

આ બેઠકમાં સંગઠન અને સરકારની પ્રજાલક્ષી કામગીરી, સંગઠનલક્ષી ચર્ચાઓ-યોજનાઓ તેમજ આગામી લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં રાજ્યમાં ફરીથી માબેઠકો જીતવા માટેનો રોડમેપ નક્કી કરવામાં આવશે. તેમજ  આગામી તારીખ ૧૭ અને ૧૮ જુનના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડ અને લોકસભા ચૂંટણી સમિતિ બેઠક યોજાશે તેમ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજીનામા વિશે ફેલાયેલી અફવા બાબતે તીવ્ર પ્રતિક્રિયા આપતા   જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આ તદ્દન વાહિયાત અને ખોટી વાત છે. વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીમાં સતત છઠ્ઠી વખત હારેલી કોંગ્રેસને હવે પોતાની તાકાત પર ભરોસો ની રહ્યો તેી બહારના લોકોને પોતાના પ્રવક્તા બનાવી તેની પાસે આવા પાયાવિહોણા નિવેદનો કરાવી રહ્યા છે.

તુટી ગયેલી અને ભાંગી ગયેલી કોંગ્રેસ તેમજ તેના મળતીયાઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને મીડિયામાં રહેવા માટે આ પ્રકારના તરકટ રચી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને ગુજરાતની જનતાએ પાંચ વર્ષનો જનાદેશ આપ્યો છે. તેમના નેતૃત્વમાં ગુજરાતની ભાજપા સરકાર લોક કલ્યાણકારી નીતિઓ અને ભ્રષ્ટાચારવિહિન પ્રજાભિમુખ શાસન દ્વારા ગુજરાતના વિકાસને નવી ઉંચાઇએ લઇ જવા આગ પરિશ્રમ કરી રહ્યા છે.

ત્યારે ગુજરાતની ભાજપા સરકારની લોકપ્રિયતા જોઇને ડઘાઇ ગયેલી કોંગ્રેસ પોતાના મળતીયાઓ દ્વારા આવા બેબુનિયાદ નિવેદનો કરી રહી છે. જેને સંવિધાન કે બંધારણીય વ્યવસની પણ સમજણ નથી તેવા લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે. ગુજરાતની શાણી અને સમજુ જનતા કોંગ્રેસના આવા કોઇ તરકટોમાં ક્યારેય ભરમાયી ની. ગુજરાતની જનતાનો ભરોસો ભારતીય જનતા પાર્ટી સાથે છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નયા ભારતના સંકલ્પને સિધ્ધ કરવા અને ભારતની વિકાસયાત્રાને વધુ આગળ ધપાવવા માટે આગામી ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતમાં ફરીી ૨૬ બેઠકો સાથે ભાજપાનો ભવ્ય વિજય થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.