Abtak Media Google News

જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. દેવાભાઈને બાતમી મળેલ કે, ચોટીલા તાલુકા ના ત્રંબોડા ગામની સીમમાં અમુક માણસો જુગાર રમે છે.

ચોટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.ડી.પરમાર તથા પો.હેડ.કોન્સ દેવાભાઈ તથા પો.કોન્સ. વિભાભાઇ તથા સરદારસિંહ  તથા ભરતભાઇ તથા શેખાભાઇ તથા શિલ્પાબેન વિગેરે સહીતની ટીમ દ્રારા ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામની સીમમાં રેઈડ કરતા જુગાર રમતા આરોપીઓ-  (૧) મહેશભાઈ ઉર્ફે મુન્નો ધીરૂભાઇ મલકીયા ત.કોળીઉવ.૩૦ (૨) લાલુભાઇ ગગજીભાઇ માલકિયા ત.કોળી ઉવ.૨૨ (૩) રમેશભાઈ વાધાભાઇ ખોરાણી ત.કોળી ઉવ.૩૨ (૪) અશ્ચીનભાઇ કેહાભાઇ માલકિયા ત.કોળી ઉવ.૨૦ રહે.બધા ત્રંબોડા તા.ચોટીલા વાળાઓને કુલ રોકડ રકમ રૂ.૧૧૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના પો. કોન્સ. વિભાભાઇ ગગજીભાઇએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.  વધુ તપાસ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. તથા પો.હેડ કોન્સ. દેવાભાઈ તેમજ સાથેના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.