Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લામા 4 ધારાસભ્ય કોગ્રેસના છે પરંતુ મોટાભાગની નગરપાલિકા ભાજપ સાશીત થઇ ગઇ છે. હાલમાજ નગરપાલિકામા અઢી વષઁના શાસન બાદ લિમડી, વઢવાણ તથા ધ્રાગધ્રા નગરપાલિકામા પ્રમુખની ચુટણી થઇ હતી જેમા લીમડી અને ધ્રાગધ્રા નગરપાલિકામા પ્રમુખ તરીકે ભાજપના જ સદશ્યો હતા અને ભાજપ ચુટણી બાદ પોતાની સત્તા જાળવવા બખુબી સફળ રહ્યા પરંતુ વઢવાણ નગરપાલિકામા ભાજપે કોગ્રેસ પાસેથી પણ સત્તા આંચકી લઇ કોગ્રેસનુ નાક કાપ્યુ હોય તેવુ કહી શકાય તેવામા જીલ્લાના દરેક તાલુકામા ચાલતા વિધાનસભાની ચુટણી બાદથી કોગ્રેસ પક્ષના કાયઁકરો તથા આગેવાનોમા આંતરીક જુથવાદ કોગ્રેસપક્ષને સત્તા વિહોણા બનાવવા માટે મોખરે રહે છે તેવામા હાલ જીલ્લા પંચાયત અને ધ્રાગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખની ચુટણી પણ થવા જઇ રહી છે.

જ્યારે કોગ્રેસ પાસે રહેલી જીલ્લા પંચાયતની સીટ બચાવવા તમામ 18 સભ્યોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા છે પરંતુ ધ્રાગધ્રા તાલુકા પંચાયતની સીટ બચાવવા ભાજપે પોતાના જાળ ગોઠવી દીધા છે અને કેટલાક તાલુકા પંચાયતના સભ્યો આ જાળમા ફસાયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ છે જેમા ધ્રાગધ્રા કોગ્રેસના દબંગ નેતા તરીકે જાણીતા પરાક્રમસિંહ ઝાલાના અવશાન બાદ તેઓના સગાભાઇ દેવપાળસિંહ ઝાલા ભાજપમા કોંઢ સીટ પરથી લડી વિજય બન્યા છે.

દેવપાળસિંહ ઝાલાનો પરીવાર માત્ર કોંઢ સીટ જ નહિ પરંતુ સમગ્ર ધ્રાગધ્રા પંથકમા ખુબજ સારુ વઁચસ્વ ધરાવતો હોવાથી ધ્રાગધ્રા તાલુકા પંચાયતમા કોગ્રેસે પોતાનુ શાસન ટકાવી રાખવા ખુબજ મહેનત કરવી પડે તેમ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. આજે ધ્રાગધ્રા તાલુકા પંચાયતમા પ્રમુખની ચુટણી હોય અને અગાઉ કોગ્રેસના પાંચથી સાત સભ્યો વચ્ચે આંતરીક જુથવાદના લીધે કોગ્રેસ પોતાનુ શાસન ગુમાવે તો પણ નવાઇ નહિ.

જ્યારે હાલ તાલુકા પંચાયતમા અઢી વષઁ માટે મહિલા અનામત હતી પરંતુ હવેના અઢી વષઁ માટે સામાન્ય મહિલાની સીટ હોવાથી કોગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભામા ઠાકોર સમાજને ટીકટ આપવાના લીધે બેલેન્સ કરવાથી પાટીદાર મહિલાને તાલુકા પંચાયતમા પ્રમુખ પદ આપશે તેવુ નક્કી કરાયુ છે. પરંતુ આજે ધ્રાગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખની બેઠકમા કોગ્રેસ પોતાનુ શાસન જાળવી રાખવા સફળ થાય છે કે પછી ભારતીય જનતા પાટીઁ તાલુકા પંચાયતમા એકમાત્ર કોગ્રેસનુ શાસન પણ આંચકી લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.