Abtak Media Google News

અત્યાધુનિક પ્રોસેસમાંથી પાર થયેલી ઉચ્ચકક્ષાની ઉમિયા ચાની કવૉલીટી જાળવવા અનેક વખત થાય છે ટેસ્ટીંગ

આપણી દરેકની સવારની શરૂઆત ચાથી જ થતી હોય છે તેમાં પણ સવારે સારી ચા મળે તો દિવસ સારો માનવામાં આવે છે ત્યારે ખરેખર તો આપણને ખબર હોતી જ નથી કે ચા શું છે, તેના પ્રકાર કેટલા, ચા કયાંથી આવે છે અને ચા બન્યા પછી તેને કઈ રીતે બ્લેન્ડીંગ પ્રોસેસ કરવામાં આવે છે તો અબતકની ટીમે ઉમિયા ચાની યુનિટની મુલાકાત લીધી હતી અને ચા વિશે સમગ્ર માહિતી મેળવી હતી.

Vlcsnap 2018 06 18 15H19M37S108તો ચાલો જાણીએ ઉમિયા ચાની ખાસિયત શું છે અને તેની બ્લેન્ડીંગ પ્રોસેસ શું છે. ઉમિયા ચા ઈ.સ.૧૯૮૧થી કાર્યરત છે અને તેઓની રાજકોટમાં ત્રણ એકરથી પણ મોટુ પ્રોડકશન યુનિટ છે ત્યાં ઘણા વર્કસ પણ છે અને તેઓ પાસે કલીનીંગ એન્ડ બ્લેન્ડીંગ પ્રોસેસીંગ મશીન છે. તેઓ પોતાની ફેકટરીમાં જ ચા આવ્યા પછી પેકીંગ થઈને ઓર્ડર પ્રમાણે લઈ જવામાં આવે તેવું બધુ જ પ્રોડકશન કરે છે અને તેઓની બ્લેન્ડીંગ પ્રોસેસ અલગ છે જેમાં સૌપ્રથમ સુપ્રસિદ્ધ બગીચાઓમાંથી ઉચ્ચ ગુણવતાયુકત ચા લાવવામાં આવે છે અને તે ચાને યુનિટમાં અલગ-અલગ ગુણવતા પ્રમાણે રાખવામાં આવે છે અને ત્યારબાદ તેઓ ટેસ્ટીંગ કરેલ ચાનું મશીન દ્વારા બ્લેન્ડીંગ એટલે કે મિકસીંગ કરે છે.Untitled 1 42

જેમાં તેઓ ચાને મશીનમાં નાખે છે અને ત્યાંથી ઉપર ડબ્બામાં ચા જાય છે અને તેમાંથી ડસ્ટ અલગ થઈ જાય છે અને તે અલગ થયેલ ડસ્ટ બહાર આવી જાય છે. ત્યારબાદ તે ચા ફરીવાર ઉપર એક ડબ્બામાં જાય છે અને ત્યાં ચાનું બ્લેન્ડીંગ થાય છે તે ડબ્બામાં એક હજાર કિલો ચાનું ૧૫ મિનિટમાં બ્લેન્ડીંગ થાય છે અને ત્યારબાદ ચા ઉપરથી બાજુના હોલમાં એક મોટા બાઉલમાં નીકળે છે અને ત્યારબાદ તે બાઉલમાંથી મોટા-મોટા બકેટ ભરવામાં આવે છે અને તે બકેટમાંથી નીચે બીજા હોલમાં ડાયરેકટ મશીનમાં આવે છે. નીચે અલગ-અલગ ૬ થી ૭ મશીન રાખેલ છે. જેમાં કિંમત અને કંપની પ્રમાણે અલગ-અલગ ચાનું પેકિંગ થાય છે તે મશીનમાં પ્રાઈસ ટેગ લગાડેલા પેપર મુકવામાં આવે છે અને તે પેપરમાં વજન પ્રમાણે ચા ભરાઈ ગયા પછી તેનું પેકિંગ થઈ અને બહાર આવી જાય છે.

પેપરમાં પ્રાઈસ ટેગ પણ ત્યાં જ લગાડે છે અને તેઓની અલગ-અલગ પાંચ બ્રાન્ડ છે. ઉમિયા, ઉમા, ધરતી, અલય, નેકસા એમ પાંચ બ્રાન્ડના પેપરમાં પ્રાઈસ ટેગ લગાડે છે અને દરેકનું પેકિંગ ત્યાં જ કરવામાં આવે છે. ચાના પેકેટ તૈયાર થઈ ગયા બાદ તે પેકેટના અલગ-અલગ મોટા-મોટા પેકિંગ કરવામાં આવે છે અને ત્યાં એક કિલોથી લઈને દરેક પ્રમાણના આકર્ષક પેકેટ બનાવવામાં આવે છે અને તેઓ બે રૂપિયાવાળા પેકેટ પણ બનાવે છે. ત્યારબાદ મોટા પેકેટમાં પેકિંગ થઈ ગયા બાદ તેઓ એક મોટા હોલમાં ચાની ગુણવતા પ્રમાણે મુકે છે અને ત્યારબાદ ઓર્ડર પ્રમાણે ઉમિયા ચાની પોતાની ગાડીમાં અલગ-અલગ જગ્યાએ મોકલી આપે છે.

આમ તેઓ આખી ચાની પ્રોસેસ કરે છે અને તેઓની આ ખુબ જ સ્વાદિષ્ટ, શ્રેષ્ઠતમ અને ઉચ્ચ ગુણવતાયુકત ચકાસેલ હોય છે. તેમજ ઉમિયાની ચા કંઈક અલગ હોય તેવું લાગે છે અને લોકોને પણ તેમાં ખુબ જ મજા આવે છે ત્યારે ઉમિયા ચાની ખાસિયત વિશે દિનેશભાઈ પટેલે જણાવ્યું કે, અમારી કંપનીની શરૂઆત ૧૯૮૧માં થઈ અમારું વતન નેકનામ છે અને ત્યાં અમે પ્રોવીઝન સ્ટોર ચલાવતા હતા અને અમે ત્યાં આજુબાજુના એરિયામાં માણસોને રાખી આજુબાજુના ગામડાઓમાં વહેંચવા મોકલતા. ધીમે-ધીમે કવોલિટીનો રિસપોન્સ મળ્યો એટલે અમે એરિયા વધારતા ગયા રાજકોટમાં અને ૧૯૮૯માં ડેપો ખોલ્યો. અત્યારે ઓલ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અમારા ડિસ્ટ્રીબ્યુટરો છે. ચાનું ઉત્પાદન વધારે ઈન્ડિયામાં જ થાય છે અને ખાસ કરીને આસામ, દાર્જિલીંગ, કોચીન વગેરેમાં બને છેVlcsnap 2018 06 18 15H20M21S53

અને દરેકની કવોલિટી અલગ-અલગ હોય છે. અમારે ત્યાં મેઈન આસામની ચા આવે છે અને તેઓની ઓફિસ કલકતા હોય છે અને અમે ટેસ્ટીંગ કરી સારી કવોલિટીવાઈસ ખરીદી કરી ત્યારબાદ બ્લેન્ડીંગ કરી માર્કેટમાં મુકીએ છીએ અને અલગ-અલગ કવોલિટીવાઈસ બ્લેન્ડીંગ કરીએ છીએ. અમે અમારી કંપની પાંચ બ્રાન્ડથી ચલાવીએ છીએ. ઉમિયા પહેલી છે તેના ઉંચા ભાવ હોય છે, ૩૦૦થી લઈને ૩૬૦ જેટલા હોય છે અને તેનું બ્લેન્ડીંગ સૌથી ઉંચી કવોલિટીમાં થાય છે. બીજી બ્રાન્ડ ઉમા છે. ત્રીજી નેકસા, ચોથી ધરતી અને પાંચમી અલય બ્રાન્ડ છે. તેમજ તાજેતરમાં એક ગ્રીન-ટી લોન્ચ કરી છે. ચાની કિંમત કવોલિટી પ્રમાણે નકકી થાય છે અને માર્કેટમાં હરાજીમાં પણ કવોલિટી પ્રમાણે કિંમત હોય છે. ચાનું ટેસ્ટીંગ અમે કસ્ટમરની જેમ જ કરીએ છીએ.

દરરોજ ઉત્પાદન થતું હોય છે. તેમાં અમે સેમ્પલ લઈ અને ટેસ્ટીંગ કરીએ છીએ. દરરોજનું ટેસ્ટીંગ કરવું પડે કારણકે આજે જે સેમ્પલ આવ્યા છે. બીજે દિવસે તે સેમ્પલ અમને મળે તો ઘણી વખત તેમાં ફર્ક પડે અને ત્યાં વાતાવરણને અનુકુળ બનતું હોય છે અને દરરોજ પાન વિણાય ગયા હોય અને બીજે દિવસે પ્રોસેસમાં જાય તો કવોલિટીમાં વેરીએશન દેખાય છે અને તે જોવા માટે ખાસ અમારે પોતાને જ ટેસ્ટીંગ કરવુ પડે છે. અમે ગાર્ડનમાંથી સારી-સારી કવોલિટીનું ટેસ્ટીંગ કરી ગ્રાહક સુધી પહોંચાડીએ છીએ.Vlcsnap 2018 06 18 15H20M44S32

ચામાં અન્ય કોઈ વસ્તુ મિકસ ન કરી શકાય અને ચાનું બ્લેન્ડીંગ થાય છે તે બેસ્ટ કવોલિટી બનાવવા માટે થાય છે અને કવોલિટી જાળવવા માટે થાય છે. વધારે ચા પીવાથી તેની કોઈ આડ અસર થતી નથી અને અમે દરરોજ ચા ટેસ્ટીંગ કરીને જ ખરીદી કરીએ છીએ. અમે દરરોજ ૪ થી ૫ કલાક ટેસ્ટીંગ કરીએ છીએ. તેનાથી કોઈ નુકસાન પણ નથી થતું. ચા પોતાનો નેચરલ કલર છોડે છે તેવું નથી પરંતુ તે લીલા પતામાંથી સુકવીને લાલ થાય છે એટલે જયારે તે ઉઠળે છે ત્યારે લાલ થઈ જાય છે.

ઉમિયા ચાના ડિરેકટર હિતેષ પટેલે જણાવ્યું કે, અમારી કંપનીની સ્થાપના ૧૯૮૧થી કરેલ છે અને રમેશભાઈએ કંપની ચાલુ કરી હતી ખરેખર ચા છે તે સૌથી વધારે પીવાતું એક લોકપ્રિય પીણું છે. એમ કહી શકાય અને ચા લગભગ ૮૦ થી ૮૫ ઘરોમાં પીવાતી હોય છે અને ઘણા બધા લોકોને મગજમાં ભ્રમ હોય છે કે ચા પીવાથી નુકસાન થાય છે પરંતુ ચામાં ઘણા બધા પ્રમાણમાં એન્ટી ઓકિસડન્ટ હોય છે જે રોગ પ્રતિકારક શકિત ઘટાડવામાં મદદરૂપ થતું હોય છે. ચાનું ઉત્પાદન ભારતભરમાં આસામ, સાઉથ ઈન્ડિયામાં પણ તેનું પ્રોડકશન થતું હોય છે. ચા એક પાંદડામાંથી પ્રોસેસ કરી હિટીંગ પ્રોસેસ કરી ઉત્પાદન કરવામાં આવે છે.

આમાં મેઈન બ્લેક ટી, ગ્રીન-ટી, અલોંગ ટી, વ્હાઈટ ટી વગેરે પ્રોડકશનના આધારે પ્રકારના નામ આપેલા છે અને બ્લેક ટી આપણું લોકપ્રિય છે અને હાલમાં ગ્રીન-ટી પણ હેલ્થ માટે ક્ધજકશન વધી રહ્યું છે. જયારે ખરીદી કરીએ ત્યારે ચાનું ટેસ્ટીંગ કરી પ્રોસેસ કરીએ છીએ અને બ્લેન્ડીંગ પ્રોસેસ એક એવી પ્રોસેસ છે જેમાં ગાર્ડનમાંથી આવતી ચાનું વેરીએશન આવતું હોય છે તેને એક સરખું કરવા માટે થાય છે અને અમે એક સમાન કવોલિટી આપીએ છીએ. અમારી કંપનીના દરેક વર્કમાં અમારું ઈન્વોલ્મેન્ટ હોય છે અને દરેક જગ્યાએ અમે સારું આઉટપુટ આપીએ છીએ.Vlcsnap 2018 06 18 15H21M49S87

અમારી ઉમિયા ચા લોકોને વધારે ગમે છે તેનું કારણ એ છે કે અમે પહેલી પ્રાયોરીટી અમારી બેસ્ટ કવોલિટીને આપીએ છીએ અને ગ્રાહક સુધી સારી કવોલિટી અને સસ્તા ભાવે અમારી પ્રોડકટ પહોંચે તેવી અમે પ્રાયોરીટી આપીએ છીએ. પ્રોડકશન પ્રોસેસ હાઈજીન રીતે કરવામાં આવે છે અને જનરલી કોઈ પાસે બ્લેન્ડીંગ એન્ડ કલીનીંગ પ્રોસેસ હોતી નથી.

અમારી કંપનીમાં સારા મટીરીયલ દ્વારા ફુલી હાઈજીનીક રીતે બ્લેન્ડીંગ કરવામાં આવે છે અને અમારી પાસે આઈએસઓ અને એચએસીસીપી સર્ટીફીકેટ છે. અમારી કંપનીમાં હાઈજીનીકને ધ્યાન રાખવા માટે મેગ્નેટીક અને નોન મેગ્નેટીક મટીરીયલ રાખતા હોય છે અને ડસ્ટ પણ રીમોવ કરીએ છીએ અને ડુપ્લીકેટ કંપની વિશે કહીએ તો નકલને અકકલ ન હોય તેમ જનરલી અમુક ડુપ્લીકેટ કરી તો નાખતા હોય છે પણ તે બ્રાહ્ય રીતે જ થતું હોય છે.

પરંતુ અંદરથી કવોલિટી આપવી તે તો શકય જ નથી અને આ રીતે ઘણા લોકો ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ તે લાંબો સમય ટકતા નથી તેથી હું વેપારી અને ગ્રાહકોને મેસેજ આપવા માંગુ છું કે આવી રીતે લોકોને છેતરવા કરતા આપણા સમાજને સ્વાસ્થ્ય અને સારી કવોલિટી વહેંચવામાં તથા ખરીદવાનો આગ્રહ રાખવો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.