Abtak Media Google News

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.૧૮માં ટીપી શાખાનું બુલડોઝર ફરી વળ્યું

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માર્જીન અને પાર્કિંગ જગ્યામાં ૫૨ સ્થળોએ ખડકાયેલા દબાણો હટાવી દેવામાં આવ્યા હતા.

2 66ઈન્ચાર્જ ટાઉન પ્લાનીંગ ઓફિસર પી.ડી.અઢીયાના માર્ગદર્શન હેઠળ આજે શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જયંતીભાઈ સરધારા, દિપકભાઈ સતા, કિરીટભાઈ શીંગાળા, જયેશભાઈ વઘાસીયા, જયંતીભાઈ તાળા, નિમીષાબેન મહેતા, મનોજ કણસારા, કિરીટ સોરઠીયા, વિહાભાઈ ગમારા, જગદીશ ઢોલરીયા, મેઘજી રૈયાણી, ચંદુભાઈ વસોયા, ગોરધનભાઈ ડોલરીયા, વરજીભાઈ ઘુસા, સીમાબેન દવે, હર્ષાબેન ખીલોલીયા, અશ્ર્વિનભાઈ દણાક, ચંદુભાઈ હમીપરા, ઉમેશભાઈ સંતોપી, અરજણ મારું, શૈલેષ કાનાબાર, મનીષ કણસારા, નરેન્દ્ર વાઘેલા, કે.બી.જોશી, આશાપુરા ફરસાણ, જે.બી.પરમાર, કનૈયાલાલ જીવરાજાણી, ધર્મેશ જસાણી, ચમન કવા, ધીરજ ઉનડકટ, જયોતીબેન કમલેશભાઈ, નરેન્દ્ર ઉનડકટ, રામજી પ્રજાપતી, શૈલેષ ગુજરાતી, મનસુખ મોલીયા, હિતેશ દેવઢાણીયા, અનિલ જોશી, રામનાથ પંચર, બાલાજી સ્ટેશનરી, મહેન્દ્ર ખખડ, જયપાલ આહુજા, ડિલકસ પાન, જલારામ સેલ્સ, જાદવ ડાભી, બાબુ સોજીત્રા, બલભદ્રસિંહ ઝાલા અને અશોકભાઈ સુસરા સહિતના ૫૨ આસામીઓએ માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકેલા દબાણો હટાવી દેવામાં આવ્યા હતા.

આ ઝુંબેશ દરમિયાન સોલીડ વેસ્ટ શાખાએ પણ કોઠારીયા રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું. પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સબબ ૧૧ આસામીઓ પાસેથી રૂ.૪ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.