Abtak Media Google News

વડોદરાની શિનોર તાલુકા પંચાયત માં કુલ ૧૬ બેઠક માંથી કોંગ્રેસ પાસે ૧૧ અને ભાજપ પાસે ૫ બેઠક છે
આગળ ના અઢી વર્ષમાં  શિનોર તાલુકા પંચાયતમાં  કોંગ્રેસ સત્તા પર હતું

શિનોર તાલુકા પંચાયતના પ્રમુખપદે રોટેશન પદ્ધતિ મુજબ સામાજિક શૈક્ષણિક પછાત મહિલા માટેની બેઠક આવતા ચૂંટાયેલા સભ્યો માં આ કેટેગરીમાં એક માત્ર કોંગ્રેસના મહિલા સભ્ય હોય તેથી માત્ર એક મહિલા ઉમેદવાર હોય પ્રમુખ માટે એક ફોર્મ ભરાયેલ જેથી આ મહિલા ઉમેદવાર દિવ્ય ગીતાબેન શૈલેષભાઈ ગોસાઈ ને બિનહરીફ શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જાહેર કરાયા .

Screenshot 19

જયારે શિનોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માટે કોંગ્રેસ માંથી ઉમેદવાર રંજનબેન મહેન્દ્રભાઈ પટેલ ૧૧ સભ્યોનું સમર્થન મળેલ અને વધુ ૨ ભાજપ નું સમર્થન મળતા ૧૩ કુલ સંખ્યા જયારે ભાજપ ઉમેદવાર નિરાલીબેન રાજનભાઈ પટેલ અને   ૨   સભ્યોનું ગેર હાજર રહ્યા

સત્તાવાર રીતે શિનોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રંજનબેન મહેન્દ્રભાઈ પટેલ જાહેર કરેલ છે

કોંગ્રેસ એ  શિનોર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ફરી અઢી વર્ષની સત્તા જાળવી રાખી સત્તાવાર રીતે શિનોર તાલુકા વિકાસ અધિકારી અને DSO મનીષાબેન બ્રહ્મપટ  પ્રમુખ અને ઉપપ્રમુખ ની જાહેરાત કરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.