Abtak Media Google News

 વલસાડ રેલ્વે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર પ્રભાવિત 

વલસાડ જીલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને લઇ ને વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો સાથે સાથે વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેક ઉપર વરસાદીપાણી ફરી વળતા મુબઈ અમદાવાદ ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો જેને પગલે મુબઈ અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો એક થી કલાક થી ૩૦ મિનીટ સુધી મોડી દોડતા  અનેક મુસાફરો અટવાયા હતા

Screenshot 3 6વલસાડ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે વરસાદને પગલે રેલ્વે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા હતા જેને પગલે મુંબઈ અમદાવાદ તરફ આવતી અને જતી ટ્રેન વ્યવહારને અસર થઇ હતી વલસાડ રેલ્વે ટ્રેક ઉપર ઘુટણ સુધીના પાણી ભરાઈ જતા અનેક ટ્રેનોને આગળના સ્ટેશનેજ અટકાવી દેવાની ફરજ પડી હતી

Screenshot 4 6 જયારે સંજાણ અને ઉમરગામ ની વચ્ચે પણ રેલ્વે ટ્રેક ઉપર પાણી ફરી વળતા અપ અને ડાઉન જતી બંને તરફ થી ટ્રેનો સતત એક કલાક થી ૨૦ મિનીટ સુધી મોડી દોડતા મુસાફરો અને કોલેજના વિધાર્થીઓ સ્ટેશને અટવાઈ પડ્યા હતા

Screenshot 8 1 જોકે બાદમાં પાણી ઉતરી જતા મોડે મોડે પણ ટ્રેનો દોડી હતી રેલ્વે તંત્રના જણાવ્યા મુજબ વરસાદને પગલે સવારે સુરત તરફ જતી સુરત વિરારટ્રેન , શટલ , મેમુ, ગુજરાતએક્ષપ્રેસ, શતાબ્દી, જેવી ટ્રેનો મોડી દોડી હતી જેને પગલે મુસાફરો અટવાયા હતા

વલસાડમાં સતત વરસતા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

૨૪ કલાક થી અવિરત  વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વિકટ સ્થિતિ સર્જાઈ છે વાપી મુંબઈ નેશનલ હાઇવે ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બાધિત થયો છે હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી હતી
Screenshot 11 1
વલસાડ જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રીથી અવિરત વરસી રહેલા મેઘરાજા એ જાણે આખા વર્ષની કસર એક જ દિવસ માં પૂર્ણ કરી હોય એમ.અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે ઉપર પારડી નજીકમાં આવેલા બગવાડા ટોલ પ્લાઝા પાસે હાઇવે ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ને તેની અસર થઈ હતી
Screenshot 12 1 વાહનો વરસાદી પાણી માંથી મંદગતિ એ પસાર થતા ટ્રાફિક સમસ્યા વકરી હતી તો.બીજી તરફ વલસાડ સિટીમાં અનેક વિસ્તારોમાં માં વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા વલસાડ સીટી વિસ્તારમાં આવેલા ધોબીતળાવ,મોગરાવાડી,રેલ્વે ગરનાળા,છીપવાડ રેલ્વે ગરનાળા, દાણા બજાર વિસ્તારમાં છેક ઢીચણ સુધીના પાણી મુખ્ય માર્ગ અને કેટલીક દુકાનોમાં ઘુસ્યા હતા
Screenshot 10 1
જેને પગલે રાહદારીઓને મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો હતો હજુ હવામાન વિભાગ દ્વારા ૨૪ કલાક ભારેથી માધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે

વલસાડના નીચાણવાળા ધોબીતળાવ વિસ્તારમાં ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી

વલસાડ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી સતત વરસી રહેલા વરસાદને પગલે વલસાડ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા પાલિકા વિસ્તારમાં આવતા અનેક વોર્ડમાં ઢીચણ થી ઉપર સુધીના વરસાદી પાણી નો ભરાવો થતા વલસાડ પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સુન કામગીરી નો છેદ વરસાદે ઉડાવ્યો હતો

Img 20180625 Wa0057વલસાડ પાલિકાના વોર્ડનબર ૭ માં આવેલા ધોબી તળાવ વિસ્તારમાં નીચાણ વાળા કેટલાક ઘરોમાં પાણી ભરતા સ્થાનિકલોકો ની હાલત ગંભીર બની હતી વળી અવિરત વરસી રહેલા વરસાદે પડતા ઉપર પાટું મારવા જેવી સ્થિતિ ઉત્પન્ન કરી હતી ઘર માં ભરેલા પાણીના પગલે ઘરની ઘર વખરી અને અનાજ સહીતના અનેક સમાન ને નુકશાન થયું હતું

Img 20180625 Wa0065 લોકો વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા કીમતી અને ઈલેક્ટ્રોનિક સમાનને પાણીના પોહ્ચે તે રીતે ઉપર ગોઠવવા માં જોતરાયા હતા વલસાડના અન્ય વિસ્તારની વાત કરીએ તો નાનકવાડા વિસ્તારમાં આવેલા ટીવી રીલે કેન્દ્ર નજીકની રવીન્દ્રનગર સોસાયટીમાં પણ વરસાદી પાણી ઓ ઘુસ્યા હતા વલસાડ શહેરના નીચાણ વાળા એવા દાણા બજારમાં પણ એનેક દુકાનોના ઓટલા સુધી વરસાદી પાણી પોહચી ગયા હતાImg 20180625 Wa0066

આમ વલસાડ શહેર ના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા પાલિકા પ્રીમોન્સુન કામગીરીની વરસાદે પોલ ખોલીનાખી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.