Abtak Media Google News

હેરી કેનની હેટ્રીક

ઇંગ્લેન્ડે પ્રથમ હાફમાં જ ૫-૦ થી સરસાઇ મેળવી હતી

ઇગ્લેન્ડ અને પનામાની રોમાંચક મેચમાં ઇગ્લેન્ડના કેપ્ટન હેરી કેનની હેટ્રીક તેમજ જોન સ્ટોનનાં બે અને જેરની લિન્ગાર્ડના એક ગોલની મદદથી ઇગ્લેન્ડે પનામાને ૬-૧ થી કચડીને ફીકા વર્લ્ડ કપ ૨૦૧૮ના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. ઇગ્લેન્ડે આ સાથે જ  વર્લ્ડ કપના ઇતિહાસનો પ્રભાવિક વિજય મેળવવાની સાથે આત્મવિશ્વાસ બતાવ્યો હતો, જયારે પનામાની ટીમ તરફથી આખરી મીનીટોમાં ફેલિપે બાલોયે આશ્ર્વાસનરુપ એક ગોલ કર્યો હતો.

2 92જયારે પનામાની ટીમ તરફથી આખરી મીનીટોમાં ફેલિપે બાલોયે ગોલ કર્યો પરંતુ આ સાથે જ પનામા વર્લ્ડ કપમાંની બહાર ફેંકાયું હતું આ પૂર્વ ગ્રુપ-જી માંથી બેલ્જીયમ પણ નોકઆઉટ સ્થાન નિશ્ર્ચિત કરી ચુકયું છે. અગાઉ ટયુનિશિયા સામે બે ગોલ ફટકારનારા હેરી કેને પનામાં સામે ત્રણ ગોલ સ્ટોરર તરીકેનું ગૌરવ મેળવ્યું હતું તેણે પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને બેલ્જીયમના રોમેલું લુકાકુને પાછળ રાખી દીધા છે. નિઝની નોવગોરોડમાં રમાયેલા મુકાબલામાં ઇગ્લેન્ડના ખેલાડીઓનો દેખાવ આક્રમક રહ્યો હતો. અને પનામા શરુઆતથી જ બેકફુટ ધકેલાયું હતું. ઇગ્લેન્ડ પહેલા જ હાફમાં પાંચ ગોલ ફટકારી જીત નિશ્ર્ચત કરી હતી.

ત્યારબાદ મેચની રરમી મીનીટે જેસી લિન્ગાર્ડ પર પેનલ્ટી એરિયામાં ફાઉલ થતા ઇગ્લેન્ડને પેનલ્ટી કીક મળી હતી જેના પર હેરી કેને ગોલ ફટકારતા ઇગ્લેન્ડની સરસાઇને બેવડાવી હતી. ઇંગ્લેન્ડે પનામાએ ૬-૧ થી હરાવતા તેના વર્લ્ડ કપના ઇતિહાસમાં એક મેચમાં હાઇએકત ગોલ ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.