Abtak Media Google News

ધ્રાંગધ્રા રણમાં આવેલા વચ્છરાજદાદા મંદિરે પુજા અર્ચના કરતા મુખ્યમંત્રી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ી ૧૫ કિ.મી દૂર રણની મધ્યમાં આવેલ વરછરાજદાદાના મંદિરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્તિ રહ્યા હતા… મુખ્યમંત્રીએ સૌ પ્રમ વરછરાજદાદાના મંદિરે દર્શન કરી ગૌશાળા ખાતે ગાયનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ સભાને સંબોધી હતી.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગાયોનું પૂજન કરવામાં આવે છે. ગાયો માટે ઉદાત ભાવના છે, ગૌમાતા કરૂણાનું પ્રતિક છે. આવી ગાયોની રક્ષા માટે પ્રાચીનકાળમાં અનેક વીરો શહીદ યા છે. જેની ખાંભીઓ અને પાળિયા આજે પૂજાય છે. ગૌમાતાની રક્ષા માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે તેમજ મુખ્યમંત્રીશ્રીએ પશુસંરક્ષણ સુધારા અધિનિયમન-૨૦૧૭ની ભૂમિકા સમજાવતા કહ્યુ કે ગૌવંશની હત્યા કરનારાઓને આજીવન કેદની સજાની જોગવાઇ કરવામાં આવી છે. ગૌવંશની ગેરકાયદેસર હેરફેર કરનારા વાહનને જપ્ત કરવામાં આવશે..પશુપાલનને પ્રોત્સાહન આપવાની રાજય સરકારની વિવિધ યોજનાની માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ રાજય સરકાર દ્વારા રૂા. દોઢ કરોડ સુરેન્દ્રનગર જિલ્લાનાં વચ્છરાજ બેટ ખાતે આવેલ શ્રી વચ્છરાજ દાદાની જગ્યાને પ્રવાસન સ્ળ તરીકે વિકસાવવા માટે ખર્ચ કરવાની જાહેરાત કરી હતી. સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મંદીર તા ગૌસેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ તેમજ વિવિધ સમાજનાં હોદેદારો, સુરેન્દ્રનગર જિલ્લાનાં પત્રકારમિત્રો દ્વારા ખુબજ ઉત્સાહપૂર્ણ સન્માન કરવામાં આવ્યુ હતું.

આ તકે પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડીયા, ૫૦ મુદ્દા અમલીકરણના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજા, પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડના અધ્યક્ષરાજુભાઈ ધ્રુવ, ધારાસભ્ય વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ સહીત અધિકારીઓ -પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.