Abtak Media Google News

ઈરફાન ખાનની ફિલ્મ ‘કારવાં’ નું ટ્રેલર રીલીઝ થય ગયું છે. આ ફિલ્મની સાથે  દલકીર સલમાન બોલીવુડ માં ડેબ્યુ કરી રહ્યા છે. દલકીર મલયાલમ ફિલ્મો ના સુપરસ્ટાર છે અને ઈરફાન પોતાની આ ફિલ્મ સાથે હિન્દી ફિલ્મોમાં પગલું ભરવાના છે અને એક્ટ્રેસ મિથિલા પાલકરની  પણ આ પહેલી હિન્દી ફિલ્મ છે.

ટ્રેલર ની શરૂઆત એક ફોને કોલ થી થાય છે જેમાં દલકીર ને ખબર પડે છે કે તેમના પિતા નું મૃત્યુ થઈ ગયું છે અને તેમની ડેડ બોડી પાર્સલ દ્વારા મોકલવામાં આવી છે. પણ જ્યારે આ પાર્સલ તે ખોલે છે તો તેમણે બે કન્સાઇનમેન્ટ માં તેમણે બે બોડી જોવા મળે છે પણ બંને માંથી કોઈ બોડી દલકીર ના પિતાની  નથી હોતી. ઈરફાન ખાન એ આ ફિલ્મમાં એક ડ્રાઇવર નો રોલ નિભવ્યો છે જે દલકીર સાથે આ સફર માં રહે છે. સાથો સાથ રસ્તા માં મિથિલા ની એન્ટ્રી થાય છે.

જુઓ ફિલ્મ ‘કારવાં’ ટ્રેલર…

મિથિલા પાલકર ની પણ બોલીવુડ માં આ ફિલ્મ થી એન્ટ્રી થવા જઇ રહી છે. આ ફિલ્મ થી જોડાયેલુ પોસ્ટર ગઈ કાલે રીલીઝ  થયું હતું. છતાં આ ફિલ્મ માં તેમની  ઝલક ‘પીકુ’ અને ‘હિન્દી મીડિયમ’ ના કિરદારોની યાદ અપાવે છે.

ટ્રેલર એક શ્રેષ્ઠ ટ્રીપ ની સવારી કરાવે છે. જેમાં પિતા ની લાશ ની તલાશ માં અલગ અલગ જગ્યાએ ફરી છે અને પછી દોસ્ત બનાવીને આ ત્રણ લોકો ની ઉત્તમ સ્ટોરી દેખાડેલી છે. આ ફિલ્મ 10 ઓગસ્ટ ના રોજ રીલીઝ થવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.