Abtak Media Google News

અખિલ વાલ્મીક સમાજ સફાઇ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન કોર્પો. રાજકોટના પ્રમુખ મનોજ ટીમાણીયા, મંત્રી કમલેશ વાઘેલા વગેરેએ આગેવાનો સાથે રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશનના ભાજપના નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ ડે. મેયર અશ્વીનભાઇ મોલીયા, નેતા દલસુખભાઇ જાગાણી વગેરેને પુષ્ણગુચ્છથી હારતોરા કરી સન્માનીત કરી શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવી આવકારી છેલ્લા રર વર્ષથી હાલ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ કમચારીની ભરતી માટે આવેદનપત્ર પાઠવી ઘ્યાન પર વાત મુકતા રાજકોટ શહેરની વસ્તી, વિસ્તાર અને ઘ્યાનમાં લઇ સફાઇ કામદારોનું સેટઅપ ઘણું ઓછું છું.

તે બાબતે રજુઆત કરતા રાજકોટ મહાનગપાલિકા કોર્પોરેશનમાં સફાઇ કામદારોની હાલ ખાલી પડેલ સેપઅપ મહેકમ પ્રમાણે તાત્કાલીક ધોરણે ભરતી કરવા માટે રાજય સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તેમજ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઇ ઝાલા ગુજરાત રાજય ગાંધીનગરમાં યુનિયનોની માંગણીને ઘ્યાનમાં રાખી એક મીટીંગ કરી સફાઇ કર્મચારીઓની ખાલી પડેલ સેટઅપ મહેકમ તાત્કાલીક ધોરણે ભરતી કરવા, અમલવારી કરેલ તેનો સમગ્ર ગુજરાતમાં પરિપત્ર જાહેર કરી વાલ્મીકી સમાજના સફાઇ કામદારોનું સેટઅપ તાત્કાલીક ધોરણે ભરવા આદેશ કરેલ તેનો આજદિન સુધી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અમલવારી કરવામાં ન આવતા રાજકોટ મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી તાત્કાલીક ધોરણે ભરતી કરવા રાજય સરકારની સુચના દ્વારા અમલવારી કરવામાં નહી આવે તો નાછુટકે યુનિયનો દ્વારા સમગ્ર વાલ્મીકી સમાજના આગેવાનો મનોજભાઇ ટીમાણીયા, કમલેશભાઇ વાઘેલા, જયોતિબેન વાઘેલા, રાજુભાઇ સોઢા, વગેરે વાલ્મીકી સમાજના આગેવાનો આ સાથે યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.